BREAKING NEWS

મોરબી મહેન્દ્રનગર ચોકડીએ અગાઉની બોલાચાલીનો ખાર રાખી દુકાનદારને માર માર્યો

  • October 03, 2026 09:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ આવેલી દુકાને કારમાં આવેલા અજાણ્યા સહિતના ચાર ઇસમોએ દુકાનદારને માર મારી ઈજા પહોંચાડી હતી તેમજ છોડાવવા વચ્ચે પડેલા યુવાનને પણ ઈજા પહોંચી હતી પોલીસે ત્રણ અજાણ્યા સહીત ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે મોરબીના મહેન્દ્રનગર ગામે વિનાયક વિલામાં રહેતા ચંદ્રેશભાઈ રણછોડભાઈ પનારા (ઉ.વ.૩૬) વાળાએ આરોપી શૈલેષ ગોરિયા અને ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી શૈલેષ સાથે અગાઉ બોલાચાલી થઇ હતી જેનો ખાર રાખી આરોપી તેના ત્રણ મિત્રો મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ ફરિયાદીની પટેલ પાન નામની દુકાનના પાર્કિંગમાં કાર લઈને આવ્યા હતા આરોપીએ તેના મિત્રને ફરિયાદી ચંદ્રેશભાઈ પાસે મોકલ્યો હતો અને દુકાન બહાર બોલાવી આરોપી શૈલેષે ગાળાગાળી કરી ઝપાઝપી કરી હતી તેમજ લાકડાના ધોકા વડે હાથ અને પગમાં સામાન્ય ઈજા કરી હતી આરોપી સાથે આવેલ અજાણ્યા ઇસમેં યુવાનને પકડી રાખ્યો હતો અને દુકાનમાં મોટી પાણીની ખાલી બોટલ પડી હોય જેના વડે શરીરે માર માર્યો હતો અને દિવ્યેશભાઈ છોડાવવા વચ્ચે પડતા તેને પણ પાણીની ખાલી બોટલ વડે અને ઢીકા પાટું માર મારી ઈજા કરી હતી મોરબી બી ડીવીઝન પોલીસે ત્રણ અજાણ્યા ઈસમો સહીત ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application