BREAKING NEWS

જામનગરના પાછલા તળાવમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો

  • October 03, 2026 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના પાછલા તળાવમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો

પોલીસ દ્વારા ઓળખ મેળવવા સહિતની કરાતી તપાસ 

જામનગરના પાછલા તળાવમાંથી આજે એક યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી, તાકીદે ટીમ પહોંચીને તપાસ આદરી હતી.
​​​​​​​
જામનગર શહેરના લાખોટા તળાવના પાછળના ભાગે પાણીમાં એક પુ‚ષનો મૃતદેહ તરતો હોવાની વિગતો ફાયર બ્રિગેડને આપવામાં આવી હતી જેથી ટીમ ત્યાં આવી પહોચી હતી અને એક યુવાનનો મૃતદેહ બહાર કાઢયો હતો. આ વેળાએ આજુબાજુના લોકો પણ એકત્ર થઇ ગયા હતા.
​​​​​​​
ફાયરની ટીમ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી, સીટી-એ પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળીને પીએમ માટે મોકલી આપવા તેમજ મૃતક યુવાનની ઓળખ મેળવવા અને કયા કારણસર બનાવ બન્યો તે દીશામાં તપાસ લંબાવી હતી, હાલ આ બનાવના કારણે અરેરાટી ફેલાઇ જવા પામી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application