ઈંડોનેશિયાના એક ચાહકે પોતાની દીકરીનું નામ રાખી દીધું એશિયન ગેમ્સ

August 22, 2018 at 11:43 am


18મી એશિયન ગેમ્સ ઈંડોનેશિયામાં રમાઈ રહી છે. ત્યાંના લોકો પણ એશિયન ગેમ્સ માટે ઉત્સાહિત છે. તેમાંથી એક ઉત્સાહી તો એવા છે કે તેમણે પોતાના બાળકનું નામ જ અબિદાહ એશિયન ગેમ્સ રાખી દીધું છે.

ઈંડોનેશિયાના એક દંપતીને ત્યાં 18 ઓગસ્ટના રોજ દીકરીનો જન્મ થયો હતો. જકાર્તામાં જન્મેલી આ દીકરીનું નામ તેના માતા પિતાએ એશિયન ગેમ્સ રાખી દીધું છે. મહત્વપૂર્ણ છે કે આ બાળકીનો જન્મ સપ્ટેમ્બરમાં થવાનો હતો પરંતુ તે એશિયન ગેમ્સની ઓપનિંગ સેરેમનીના દિવસે જ જન્મી તેથી તેનું નામ તેના માતા-પિતાએ એશિયન ગેમ્સ રાખી દીધું છે.

Comments

comments