Infinix S4 ટ્રીપલ રિયર કેમેરા સાથે ભારતમાં થયો લોન્ચ

May 22, 2019 at 4:11 pm


ભારતમાં Infinix S4 ટ્રીપલ કેમેરા સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. જેનો કેમેરો ૩૨ એમપી સેલ્ફી કેમેરા અને વાઇડ એન્ગલ લેન્સ સાથે 13 એમપી + 2 એમપી + 8 એમપી ટ્રીપલ રિયર કેમેરો છે. જેની કીમત ફક્ત ૮૯૯૯ રૂપિયા છે. એસ 4માં સેલ્ફી કેમેરો 1 / 2.8 ઇંચ આ સેગમેન્ટમાં સૌથી મોટું સેન્સર છે. પાછળની તરફ એસ 4 માં એફ1.8 મોટુ અપર્ચર સાથે 13 એમપી પ્રાઇમરી અને 2 એમપી વાઇડ-એન્ગલ કેમેરો છે.. ફોન હાલમાં નેબ્યુલા બ્લૂ, ટ્વીલાઇટ પર્પલ અને સ્પ્રે ગ્રે કલરમાં ઉપલબ્ધ છે. એસ 4 6.21 એચડી + ડ્રોપ નોચ સ્ક્રીન સાથે આવે છે. આ ફોનની પહોળાઈ 7.9 એમએમ છે અને તેનું વજન 155 ગ્રામ છે. એસ 4 સ્માર્ટફોન મલ્ટિ-ટાસ્કિંગ જરૂરિયાતોને અનુરૂપ બનાવવામાં આવ્યો છે. આ એન્ડ્રોઇડ પાઇ 9.0 પર ચાલે છે, ફોનમાં ઑક્ટા-કોર પ્રોસેસર સાથે 4000 એમએએચની બેટરી છે.

Comments

comments

VOTING POLL