IPLમાં થશે નાણાનો વરસાદઃ કમાણી રૂા.2,000 કરોડે પહાેંચશે

January 31, 2019 at 11:11 am


સુપરહિટ ક્રિકેટ લીગ આઈપીએલમાં ચાલુ વર્ષે એડ્વટાર્ઈઝર્સ રૂા.2,000 કરોડ ખર્ચવાની તૈયારી કરી રહ્યાં છે. લોકસભા ચૂંટણી છતાં ભારતમાં જ આઈપીએલના આયોજનની ભારતીય ક્રિકેટ કંટ્રાેલ બોર્ડ (બીસીસીઆઈ)ની જાહેરાત પછી એડ્ માર્કેટમાં ગરમાવો આવ્યો છે. રૂા.2,000નો આંકડો સ્ટાર ઈન્ડિયાની ગયા વર્ષની રૂા.1,750 કરોડની એડ્ રેવન્યૂની તુલનામાં 10-12 ટકા વૃધ્ધિ દશાર્વે છે.

ડેન્ટ્સુ એજિસ નેકટર્વના ચેરમેન અને સીઈઆે (દક્ષિણ પૂર્વ) આશિષ ભસિને જણાવ્યું હતું કે, ‘આઈપીએલ વૈશ્વિક સાથેની હાઈ-પ્રાેફાઈલ ઈવેન્ટ છે. તેમાં એડ્વટાર્ઈઝર્સથી માંડી દર્શકો ભારે રસ ધરાવે છે. જોકે, આયોજકો મીડિયા અને મેદાન પર તેના રોમાંચમાં કેવો વધારો કરે છે એ જોવું રસપ્રદ બનશે.’ ઈપીએસ પ્રાેપર્ટીઝના ગ્રુપએમના વિનીત કણિર્કે જણાવ્યું હતું કે, ‘આઈપીએલએ સ્પોટ્ર્સ અને મનોરંજન વચ્ચ્ની ભેદરેખા લગભગ ભૂંસી નાખી છે. ટીવી અને સ્ટેડિયમ બન્નેના દર્શકોની સંખ્યા દર વર્ષે વધતી રહી છે. આસપાસમાં ભલે ગમે તે થતું હોય, આઈપીએલએ લોકોને ભરપૂર મનોરંજન પૂરું પાડéું છે.’

બીસીસીઆઈએ લોકસભા ચૂંટણી છતાં ભારતમાં જ આઈપીએલના આયોજનની જાહેરાત કરી હતી અને ટૂનાર્મેન્ટની શરૂઆત માટે 23 માર્ચની તારીખ સૂચવી હતી. તેને લીધે આ ટી20 ટૂનાર્મેન્ટને વિદેશમાં ખસેડવાની એડ્વટાર્ઝર્સની આશંકા દૂર થઈ હતી. બીસીસીઆઈની જાહેરાતથી એડ્ માર્કેટના સેન્ટિમેન્ટને પ્રાેત્સાહન મળ્યું છે. હવાસ મીડિયા ગ્રુપના સીઈઆે (ભારત અને દક્ષિણ પૂર્વ એશિયા) અનિત નૈયરે જણાવ્યું હતું કે, સ્ટાર સ્પોટ્ર્સ આઈપીએલમાં ઘણા ઈનોવેશન કયા¯ છે.

Comments

comments

VOTING POLL