IPL ઉપર આતંકી હુમલાનો ખતરો: ખેલાડીઓની બસ પર ફાયરિંગની આશંકા

April 12, 2019 at 10:19 am


પુલવામામાં સીઆરપીએફના કાફલા ઉપર થયેલી આતંકી હુમલાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ગ્લેમર અને નાણાંથી ભરપૂર એવી ઈન્ડિયન પ્રિમીયર લીગ (આઈપીએલ) ટૂર્નામેન્ટ આતંકીઓના નિશાના ઉપર હોવાનો ધડાકો થતાં સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી જવા પામી છે. ગુચર એજન્સીઓ દ્રારા આપવામાં આવેલી જાણકારી અનુસાર આઈપીએલ દરમિયાન આતંકી હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે અને ખાસ કરીને આતંકીઓ ખેલાડીઓની બસ ઉપર ફાયરિંગ કરવાના ખતરનાક ઈરાદા ધરાવી રહ્યા હોવાની ગુ માહિતી મળી છે.
આ અંગે ગુચર એજન્સીઓ દ્રારા એલર્ટની નકલ વિવિધ સ્ટેડિયમોને મોકલી દેવામાં આવી છે. આ નકલ અનુસાર મુંબઈના વાનખેડે સ્ટેહિયમને પણ આતંકીઓ નિશાન બનાવી શકે છે. જે હોટેલમાં ક્રિકેટર રોકાય છે તે પણ આતંકીઓના નિશાન ઉપર છે.
આઈપીએલના મેચમાં ખાનાખરાબી સર્જવાના આતંકીઓના ખતરનાક મનસૂબા છે. ગુચર એજન્સીઓ તરફથી મળેલી જાણકારી બાદ મુંબઈમાં એલર્ટ જારી કરી દેવાયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકી આઈપીએલ મેચ દરમિયાન વિદેશી ક્રિકેટરોની બસને નિશાન બનાવી શકે છે. ખેલાડીઓની બસ ઉપર ફાયરિંગ પણ થઈ શકે છે. આવામાં એજન્સીઓને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાનો નિર્દેશ આપી દેવામાં આવ્યો છે.
સૂત્રોએ ઉમેયુ હતું કે મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ પણ આતંકીઓના નિશાન પર છે. ઘટનાને અંજામ આપવા માટે સ્ટેડિયમની આસપાસના કાર પાકિગનો ઉપયોગ થાય તેવી પૂરી સંભાવના છે. આ ઉપરાંત જે હોટેલમાં ક્રિકેટરો રોકાય છે તે પણ આતંકીઓ ટાર્ગેટ પર છે. આ માહિતી મળ્યા બાદ મુંબઈ પોલીસે હોટેલ, ક્રિકેટરોની બસ અને સ્ટેડિયમની સુરક્ષા વધારી દીધી છે.

Comments

comments

VOTING POLL