IPL ઉદ્ઘાટન સમારોહમાં વરૂણ ધવનનો દબદબો : 1 સેકન્ડના 1.50 લાખ વસૂલશે

March 29, 2018 at 5:48 pm


થોડા દિવસ પહેલાં એવા અહેવાલો આવ્યા હતાં કે આઈપીએલના ઉદ્ઘાટન સમારોહમાં 15 મિનિટના પરફોર્મન્સ માટે રણવીરસિંહને 5 કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે અને ત્યારે એવું મનાતું હતું કે ઈવેન્ટમાં સૌથી વધુ રકમ તેને અપાઈ રહી છે પરંતુ તાજી જાણકારી અનુસાર રણવીરસિંહ કરતાં વરુણ ધવનને વધુ પૈસા ચૂકવવામાં આવશે. 15 મિનિટના પરફોર્મન્સ બદલ વરૂણને 6 કરોડ રૂપિયા ચૂકવણું કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. આમ વરૂણ ધવન એક સેકન્ડના રૂા.1.50 લાખ વસૂલ કરશે વરૂણ ધવનને સૌથી વધુ પૈસાની આેફર કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રણવીરને 5 કરોડ રૂપિયાની આેફર આપવામાં આવી હોવાના અહેવાલો છે જ્યારે આેર્ગેનાઈઝર્સે વરૂણને 6 કરોડની અમાઉન્ટ આેફર કરી છે.વરૂણને રણવીર કરતાં વધુ પૈસા આપવાનું કારણ તેનું દર્શકો સાથેનું કનેક્શન અને લોકપ્રિયતા ગણાવાઈ રહ્યું છે. રિપોર્ટ અનુસાર વરૂણ યુવાઆેમાં ખાસ્સો ફેમસ છે. તેના ખાતામાં અનેક હિટ ચાર્ટબસ્ટર નંબર છે. આેપનિંગ સેરેમનીના દિવસે તે અને જેકલીન એક સાથે પરફોર્મ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે આઈપીએલ આેપનિંગ સેરેમનીની રાત્રે અનેક બોલિવૂડ સ્ટાર્સપોતાની ધમાકેદાર પરફોર્મન્સ સાથે 11મી સીઝનની શરૂઆત કરશે. રણવીરસિંહ, પરિણીતી ચોપડા, વરૂણ ધવન, જેક્લીન પણ ઠુમકા લગાવે તેવી સંભાવના છે. આ તમામ સ્ટાર પોતપોતાના હિટ ગીત ઉપર એક-એક કરીને ડાન્સ પરફોર્મ કરશે. 45 મિનિટના ડાન્સ સિકવન્સ સાથે આઈપીએલ સીઝન-11ની શરૂઆત થશે.

Comments

comments

VOTING POLL