શ્રેયસ અય્યરની કાની દિલ્હીને ફળી, કોલકાતાને ૫૫ રને હરાવ્યું

April 28, 2018 at 10:47 am


આખરે દિલ્હી ડેર ડેવિલ્સને તેનો કપ્તાન બદલવાનો ફાયદો થયો ખરો. અત્યાર સુધી આઈપીએલ ટૂનાર્મેંટમાં સૌથી ખરાબ પ્રદર્શન કરી રહેલા દિલ્હીએ આજે કોલકાતાને 55 રને કારમો પરાજય આપ્યો છે. આ સાથે જ દિલ્હીએ આ બીજી જીત પોતાના નામે કરી લીધી હતી.

પહેલા બેટિંગ કરતા દિલ્હીએ 20 આેવરમાં 4 વિકેટે 219 રન બનાવ્યા હતાં. જવાબમાં કોલકાતા માત્ર 164 રનમાં આેલઆઉટ થઈ ગયું હતું. શ્રેયસ અèયરને મેન આેફ ધ મેચ આપવામાં આવ્યો હતો.

દિલ્હી તરફથી સૌથી વધારે રન શ્રેયશ અèયર અને પૃથ્વી શોએ કર્યા હતાં. કપ્તાન શ્રેયસ અèયરે તો મેદાન પર રીતસરનો રનનો વરસાદ વરસાવી દીધો હતો. અèયરે માત્ર 40 બોલમાં 93 રન ઝીકી દીધા હતાં. આ સાથે જ દિલ્હીએ આેવરઆેલ બીજો અને વર્તમાન ટૂનાર્મેંટનો પહેલો સર્વોચ્ચ સ્કોર નાેંધાવ્યો હતો.

આમ 220 રનના પહાડ જેવા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની ટીમ કંઈ ખાસ ઉકાળી શકી ન હતી. કોલકાતા તરફથી સૌથી વધારે રન રસેલ આંદ્રેએ નાેંધાવ્યા હતાં. આંદ્રેએ 44 રન બનાવ્યા હતાં. કોલકાતાના આેપનર qક્રસ લેન 5, સુનીલ નારાયણ 26 રોબિન ઉથપ્પા 1, નિતિશ રાણા 8,, કપ્તાન દિનેશ કાતિર્ક 18, શુભમ ગેં 37, શિવમ માવી 0, પિયુષ ચાવલા 2, મિશેલ જોનસન અણનમ 12 અને કુલદીપ યાદવ 7 રન બનાવીને અણનમ રહ્યાં હતાં.

દિલ્હી તરફથી ટ્રેંટ બોલ્ટ, મેક્સવેલ, અવેશ ખાન અને અમિત મિશ્રાએ 2-2 વિકેટ ઝડપી હતી.

ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલા દિલ્હીએ આજે બધાની આશાથી વિપરીત ધીમી પણ મક્કમ શરુઆત કરી હતી. કોલીન મુનરો અને પૃથ્વી શોએ પહેલી વિકેટ માટે 59 રન જોડéાં હતાં. મુનરો આજે શરુઆતથી જ આક્રમક ફોર્મમાં હતો. તેણે કોલકાતાના સ્ટાર સ્પિનર સુનેલ નારાયણને પણ બખ્સ્યો ન હતો. જોકે આ જોડીને શિવમ વામીએ તોડી હતી. તેણે મુનરોને બોલ્ડ કર્યો હતો. મુનરોએ 18 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 33 રન ફટકાર્યા હતાં.

ત્યાર બાદ બાજી પૃથ્વી શોએ સંભાળી લીધી હતી. શો એ 38 બોલમાં પોતાની સદી પુરી કરી લીધી હતી. સંજૂ સેમસન બાદ આઈપીએલમાં અડધી સદી ફટકારનારો સૌથી યુવા ખેલાડી બની ગયો હતો.

જોકે ઋષભ પંથ ખાતુ ખોલાવી શકયો ન હતો અને રસેલ આંદ્રેનો શિકાર બન્યાે હતો. પૃથ્વી શો અને કપ્તાન શ્રેયસ અèયરે માત્ર 49 બોલમાં 68 રન ઝીકી દીધા હતાં. લેગ સ્પિનર પિયુષ ચાવલાએ 14મી આેવરમાં પૃથ્વી શોને આઉટ કર્યો હતો.

કપ્તાન શ્રેયસ અèયાર તો જાણે કોલકાતા નાઈટ રાઈડર્સના ખેલાડીઆે પર રીતસરનો તુટી પડéાે હતો. તેણે 40 બોલમાં જ 93 રન ઝુડી કાઢ્યાં હતાં. શ્રેયસ અèયરનો સાથ નિભાવતા ગ્લેન મેક્સવેલે પણ આજે રંગ દેખાડéાે હતો. તેણે 18 બોલમાં 27 રન ફટકાર્યા હતાં. જોકે છેલ્લા બોલે રન લેવાના પ્રયાસમાં મેક્સવેલ રન આઉટ થયો હતો. કોલકાતા તરફથી પિયુષ ચાવલાએ 33 રન આપી એક વિકેટ ઝડપી હતી, જ્યારે માવીએ 58 રન આપી એક તો રસેલ આંદ્રેએ 28 રન આપીને એક વિકેટ ઝડપી હતી.

Comments

comments