ISIS હુમલા કરાવવાની યોજના ઘડી રહ્યું હોવાનો રિપોર્ટ

April 15, 2019 at 10:46 am


આઇએસઆઇએસના ત્રાસવાદી જૂથે ચાર વર્ષ અગાઉ પેરિસના કોન્સર્ટ હોલ પર કરાવેલા હુમલામાં 130 વ્યક્તિએ જીવ ગુમાવ્યા હતા અને એવા જ ત્રાસવાદી હુમલા એ યુરોપમાં કરાવવાની યોજના ઘડી રહ્યું હોવાનો રિપોર્ટ છે. નવેમ્બર 2015માં પેરિસ અને શહેરના ઉત્તરમાં આવેલા પરાં સેંટ ડેનિસમાં થયેલા હુમલાઓ એ પ્રકારના હતા.

અખબારે જણાવ્યું હતું કે એમણે મેળવેલા દસ્તાવેજમાં યુરોપ અને મધ્યપૂર્વના દેશોમાં ત્રાસવાદી હુમલાની યોજના બાબતમાં વિગતવાર માહિતી છે અને એને માટે આઇએસઆઇએસ તરફથી નાણાં મોકલવામાં આવે છે તથા તેઓ પેરીસમાં 2015માં કરવામાં આવેલા હુમલા જેવા હુમલાઓ કરવાની યોજના ઘડી રહ્યા છે. દસ્તાવેજમાં હુમલાઓની યાદી લાંબી છે અને એમાંથી યુરોપમાં તો માત્ર થોડાક હુમલાની યોજના જ ઘડવામાં આવી છે. આ માહિતી સિરિયામાં આઇએસઆઇએસ સાથેની અથડામણ વખતે એક ત્રાસવાદીના હાથમાંથી પડેલી હાર્ડડ્રાઇવમાંથી મેળવવામાં આવી હતી.
સિરિયામાં એમનો સફાયો થઇ ગયો હોવા છતાં તેઓ યોજના ઘડી રહ્યા છે, તેઓ વિવિધ દેશોમાં પોતાના ત્રાસવાદી મોકલે છે, આંતરરાષ્ટ્રીય નેટવર્ક દ્વારા કઇ રીતે નાણાંની જોગવાઇ કરે છે અને બેંકોમાં લૂંટની યોજના ઘડે છે, વાહનો નીચે લોકોને કચડવા અને હત્યાઓ કરવી તથા કપ્યુટર હેકિંગ કરવું વગેરેની વિસ્તૃત માહિતી દસ્તાવેજમાંથી જાણવા મળી હતી.

દસ્તાવેજ પ્રમાણે એમનું એક જૂથ રશિયા અને બે જર્મનીમાં અને અન્ય જૂથ ઉત્તર સિરિયામાં છે. એમનો પહેલો ઉદ્દેશ અનેક ઠેકાણેથી નાણાંની લૂંટ કરવાનો છે. આ માટે તેઓ નોન-મુસ્લિમ ઉદ્યોગપતિઓની હત્યા, બેંક ખાતા દ્વારા બેન્કો હેક કરવી, બેન્કોમાં લૂંટ કરવી અને એ માટે અગાઉથી તૈયારી કરવી જેવી બાબતનો સમાવેશ કરાયો હતો.

Comments

comments

VOTING POLL