જાયફળ એક અને ફાયદા અનેક, જાણી લો ફટાફટ

August 7, 2018 at 1:36 pm


જાયફળ એક એવું ફળ છે જેનો ઉપયોગ મીઠાઈમાં સૌથી વધારે સુગંધ માટે થતો હોય છે. પરંતુ જાયફળ અનેક રોગોના ઉપચાર માટે પણ કામ કરે છે. ત્વચાને સુંદર બનાવવી હોય કે શરીરના રોગ દૂર કરવાના હોય. જાયફળ ખૂબ કામ લાગે તેવી વસ્તુ છે. તો તમે પણ જાણી લો જાયફળના આવા લાભ વિશે.

જાયફળ ત્વચા માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. થોડું જાયફળ પાઉડર પાણી કે મધની સાથે મેળવી તેની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવામાં આવે તો થોડા દિવસોમાં કરચલીઓ દૂર થવા લાગે છે.

બરાબર ઉંઘ ન આવતી હોય તેમના માટે પણ જાયફળનો એક ઉપચાર છે. જાયફળનો પાવડર એક ગ્લાસ ગરમ દૂધમાં ઉમેરી રાતે જમ્યા બાદ પી લેવું. રાત્રે ઉંઘ ઝડપથી અને સારી આવશે.

જાયફળ કફ પણ દૂર કરે છે. જૂની શરદી અને કફની તકલીફ હોય તો જાયફળને શેકી તેનું ચૂર્ણ બનાવી લેવું અને તેને રાત્રે મધ સાથે ચાટી લેવું. જાયફળ લીધા બાદ અડધી કલાક સુધી પાણી પીવું નહીં.

પુરુષોમાં નપુંસકતાની સમસ્યા હોય તો પણ જાયફળને ઘસીને દૂધમાં મેળવીને સપ્તાહમાં ત્રણવાર પીવાથી નપુંસકતા દૂર થાય છે. યૌનશક્તિ વધારવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.

Comments

comments

VOTING POLL