આજકાલ દૈનિક આયોજીત પ્રતિયોગીતાના વિજેતાઓના નામ ડ્રો દ્વારા જાહેર, ૩૦ લોકો નિહાળશે ipl live

May 26, 2018 at 8:03 pm


તંત્રા નાઇટ દ્વારા આયોજીત અને આજકાલ મીડીયા પાર્ટનર અને કેતન દ્વારા આઇપીએલ ફાઇનલ મેચનું ટીજીબીના વિશાળ સ્ક્રીન પર નિહાળવા માટે ટિકિટનો ડ્રો કરવામાં આવ્યો હતો. રવિવારે આઇપીએલ ફાઇનલ મેચ ચેન્નીઇ સુપરકીગ, સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે યોજાશે.

આજકાલ દૈનિક દ્વારા ટીજીબી ખાતે વિશાળ સ્ક્રીન પર આઈપીએલની ફાઈનલ મેચ લાઈવ જોવા માટેની પ્રતિયોગીતાનો આજે ડ્રો કરવામાં આવ્યો હતો. જેમાં લકી બે વિજેતાઓને ઈનામમાં એલજીના બ્લુ ટુથ, 2 વિજેતાને મોબાઈલ ફોન અને અન્ય 30ને આઈપીએલ જોવા માટેની ટિકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રતિયોગીતામાં કેતન ઈલેક્ટ્રોનિક્સ આજકાલના સહભાગી બન્યા હતા. આ ઉપરાંત ગીફ્ટ સ્પોન્સર તરીકે ટેલીફોન બુથ અને ફોનવાલા મોબાઈલ કોર્નર ગૃપ પણ આજકાલ સાથે જોડાયા હતા. આ ડ્રોના વિજેતાઓના નામની યાદી આ મુજબ છે.

Comments

comments

VOTING POLL