જામનગર ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજના દાંત, સફાઇ અને પેઢાની સારવાર વિભાગ દ્વારા તેમજ ઇન્ડીયન સોસાયટી ઓફ પેરીયો ડેન્ટોલોજી દ્વારા રાષ્ટ્રીય પિરિઓડોન્ટિસ્ટ દિવસ નિમિતે ઉજવણી કરવામાં આવી રહી છે, જેનો હેતુ વ્યસનમાંથી લોકો મુક્ત બને અને દાંત અને પેઢાના રોગો અંગે જાગૃતિ ફેલાઇ, દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

જે અંતર્ગત અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે, જ્યારે આ વર્ષે પણ દર વર્ષની જેમ રાષ્ટ્રીય પિરિઓડોન્ટિસ્ટ ડેની ઉજવણી કોલેજના છાત્રો દ્વારા કરવામાં આવી રહી છે, આ ઉજવણી અંતર્ગત ૧૦ દિવસ સુધી અલગ અલગ સ્પર્ધાઓ તેમજ પેમ્પલેટ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાશે, કોલેજમાં વિવિધ સ્પર્ધાઓ જેવી કે ફેસ પેઇન્ટીંગ, સ્લો સાયકલીંગ, કેરેકટર ડે, બોકસ ઓફિસ ક્રિકેટ સ્પર્ધા યોજાઇ ચૂકી છે, ત્યારે મહેંદી સ્પર્ધા આજે યોજાશે, આ ઉપરાંત ૧લી માર્ચે જામનગર શહેરના ક્રિસ્ટલ મોલ તેમજ તળાવની પાળે લોકોમાં દાંત સફાઇ તેમજ પેઢાની સારવાર અને તેને લગતા રોગો અંગે જાગૃતિ ફેલાઇ તે માટે પેમ્પલેટનું વિતરણ પણ કરવામાં આવશે, આ વિવિધ સ્પર્ધામાં કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભાગ લઇ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application