વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના સ્વાગત માટે મંત્રી રાઘવજીભાઈ પટેલ અને મૂળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર, જામનગરના મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, ચીફ સેક્રેટરી પંકજ જોશી, ડીજીપી વિકાસ સહાય, એરફોર્સના ગ્રુપ કેપ્ટન સૌરભ પારિજાત, કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, અગ્રણીઓ રમેશભાઈ મુંગરા અને ડો. વિમલભાઈ કગથરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
રાત્રિ રોકાણ અને વનતારાની મુલાકાત:
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ બંગલા સ્થિત સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે. આવતીકાલે સવારે તેઓ વનતારાની મુલાકાત લેશે અને ત્યાંથી સોમનાથ જવા રવાના થશે.
જામનગર એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા:
વડાપ્રધાનના આગમનને પગલે જામનગર એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી હતી. એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMશું વેચાવા જઈ રહી છે યસ બેંક? જાપાનની આ બેંક ખરીદશે હિસ્સેદારી
May 13, 2025 07:24 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech