આઇઆરસીટીસીની ભવ્ય ભક્તિ યાત્રા: એક જ પ્રવાસમાં કાશી વિશ્વનાથ, મહાકાલ અને રામેશ્વરમ સહિત ૧૪ પવિત્ર ધામોના દર્શન

  • June 09, 2026 01:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જો તમે આ વર્ષે દેશના અગ્રણી જ્યોતિર્લિંગો અને પવિત્ર ચારધામની યાત્રા કરવાનું સપનું જોઈ રહ્યા છો, તો રેલવે વિભાગ તમારા માટે એક સોનેરી તક લઈને આવ્યું છે. આઇઆરસીટીસી (IRCTC) દ્વારા આગામી 3 સપ્ટેમ્બરથી એક અત્યંત ખાસ 'ભારત ગૌરવ દેવ દર્શન યાત્રા' શરૂ થવા જઈ રહી છે. આ ભવ્ય આધ્યાત્મિક પ્રવાસ અંતર્ગત શ્રદ્ધાળુઓને એક જ યાત્રામાં 3 મુખ્ય ધામ અને 11 પવિત્ર જ્યોતિર્લિંગોના દર્શન કરાવવામાં આવશે. અંદાજે 18 દિવસ અને 17 રાતોની આ લાંબી યાત્રા દરમિયાન પ્રવાસીઓ લક્ઝરી ડીલક્સ એસી ટ્રેન મારફતે દેશભરમાં આશરે 10,000 કિલોમીટરની મુસાફરી નક્કી કરશે.
આ ૧૪ પવિત્ર તીર્થસ્થળોની અદ્ભુત સફરઆ વિશેષ ટ્રેન પ્રવાસીઓને દેશના ખૂણે-ખૂણે આવેલા આસ્થાના કેન્દ્રો સુધી લઈ જશે, જેમાં નીચે મુજબના સ્થળોનો સમાવેશ થાય છે
ઉત્તર અને પૂર્વ ભારતના ધામ:- કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ (વારાણસી), વૈદ્યનાથ ધામ (દેવઘર) અને જગન્નાથ મંદિર (પુરી).
દક્ષિણ ભારતના પવિત્ર સ્થળો:- મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ (શ્રીશૈલમ), રામનાથસ્વામી જ્યોતિર્લિંગ (રામેશ્વરમ), વિભીષણ મંદિર અને ધનુષકોડી.
પશ્ચિમ ભારતના જ્યોતિર્લિંગ:- ભીમાશંકર, ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ (એલોરાની ગુફાઓ), ત્ર્યંબકેશ્વર (નાસિક), નાગેશ્વર જ્યોતિર્લિંગ, દ્વારકાધીશ મંદિર અને બેટ દ્વારકા.
ગુજરાત અને મધ્ય પ્રદેશના તીર્થ:- સોમનાથ જ્યોતિર્લિંગ અને ભાલકા તીર્થ, મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ (ઉજ્જૈન) તેમજ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ.બેઠકોની મર્યાદિત સંખ્યા અને બોડિંગ સ્ટેશનોમુસાફરોની પ્રાઇવેસી અને આરામદાયક મુસાફરીને ધ્યાનમાં રાખીને આ લક્ઝરી ટ્રેનમાં માત્ર 150 શ્રદ્ધાળુઓ માટે જ વ્યવસ્થા કરવામાં આવી છે
બેઠકોનું વિભાજન:- સુપીરિયર એસી-1 (કૂપે) માં 30 બેઠકો, સુપીરિયર એસી-1 (કેબિન) માં 28 બેઠકો, ડીલક્સ એસી-2 ટાયરમાં 36 બેઠકો અને કમ્ફર્ટ એસી-3 ટાયરમાં 56 બેઠકો રાખવામાં આવી છે.
ટ્રેન પકડવાના મુખ્ય સ્ટેશનો:-શ્રદ્ધાળુઓ આ ટ્રેનમાં દિલ્હી સફદરજંગ ઉપરાંત ગાઝિયાબાદ, અલીગઢ, ટુંડલા, ઇટાવા, કાનપુર અને પ્રયાગરાજ સ્ટેશનોથી બેસી શકશે.
વાપસીના સ્ટેશનો:- યાત્રા પૂર્ણ કરીને પરત ફરતી વખતે મુસાફરો ભોપાલ, ઝાંસી, ગ્વાલિયર, આગ્રા અને મથુરા સ્ટેશનો પર ઉતરી શકશે.યાત્રાનું ભાડું અને પેકેજમાં મળતી મફત સુવિધાઓઆઇઆરસીટીસી દ્વારા મુસાફરોની સગવડ માટે તમામ સુવિધાઓ આ પેકેજ કિંમતમાં જ સામેલ કરી દેવામાં આવી છે:
યાત્રાની શ્રેણી        સિંગલ શેરિંગ         ડબલ શેરિંગ         ટ્રિપલ શેરિંગ       બાળકો 
 સુપીરિયર
 (AC 1st Class)     ₹2,21,955           ₹1,98,010            ₹1,94,590      ₹1,82,425 
  ડીલક્સ
(AC 2 Tier)         ₹2,05,940           ₹1,81,995            ₹1,78,575       ₹1,66,410         
  કમ્ફર્ટ 
(AC 3 Tier)         ₹1,73,910           ₹1,49,965           ₹1,46,545        ₹1,34,380 
પેકેજની મુખ્ય વિશેષતાઓ
આ કિંમતમાં પ્રવાસીઓને પુરી, રામેશ્વરમ, પુણે, નાસિક, દ્વારકા અને ઉજ્જૈન જેવા શહેરોમાં 6 રાત્રિઓ માટે 3-Star હોટલોમાં રોકાણ મળશે, જ્યારે વારાણસીમાં માત્ર ફ્રેશ થવાની સુવિધા અપાશે. બાકીની 11 રાતો ટ્રેનમાં વિતશે. આ ઉપરાંત રોજ સવારની ચા, નાસ્તો, બંને ટાઈમનું શુદ્ધ શાકાહારી ભોજન, સ્થાનિક ફરવા માટે એસી વાહનો, પ્રવાસીઓનું અકસ્માત વીમો અને સુરક્ષા ગાર્ડ્સની સેવા તદ્દન મફત આપવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application