રાત્રી દરમિયાન રેસ્ટોરન્ટ તેમજ બેકરીમાં તસ્કરોએ પ્રવેશ કરી લઈ રૂપિયા ૩૧,૫૦૦ ની રોકડ ઉઠાવી ગયાની ફરીયાદ
જામનગર શહેરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં તસ્કરોના પરોણા થયા છે, અને એક ફાસ્ટ ફૂડ પાર્લર તેમજ એક બેકરી ને નિશાન બનાવી લઈ બંને ધંધાના સ્થળે ટેબલના ખાનામાંથી રૂપિયા ૩૧,૫૦૦ ની રોકડ રકમની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખોડીયાર કોલોની મેઇન રોડ પર આવેલી ન્યુ પૂજા ફાસ્ટ ફૂડ કોર્નર માં ગત ૨૯ મી તારીખના મોડી રાતના સમયે કોઈ તસ્કરો ત્રાટક્યા હતા, અને ઉપરનો કાચનો દરવાજો તોડી નાખી અંદર પ્રવેશ મેળવી લીધો હતો, અને ટેબલના ખાનામાં રાખવામાં આવેલી રૂપિયા ૧૩,૫૦૦ ની રોકડ રકમની ચોરી કરી લીધી હતી. ત્યારબાદ બાજુમાં જ આવેલી સીબેરો બેકરીમાં પણ તસ્કરો ઘુસ્યા હતા, અને ટેબલ નું ખાનું તોડી અંદરથી રૂપિયા ૧૮,૦૦૦ ની રોકડ રકમ ની ચોરી કરી લઈ ગયા હતા.
જે બનાવ અંગે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMશું વેચાવા જઈ રહી છે યસ બેંક? જાપાનની આ બેંક ખરીદશે હિસ્સેદારી
May 13, 2025 07:24 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech