જામનગર : વિવિધ બે ચેક રીટર્ન કેસમાં આરોપીઓને એક એક વર્ષની સાદી કેદની સજા- દંડનો હુકમ કરતી કોર્ટ

  • May 07, 2026 02:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર : વિવિધ બે ચેક રીટર્ન કેસમાં આરોપીઓને એક એક વર્ષની સાદી કેદની સજા- દંડનો હુકમ કરતી કોર્ટ

જામનગર તાલુકાના લાવડીયા મુકામે રહેતા ચંદ્રેશ ગાંડુભાઇ ચાંદ્રા પાસેથી નાઘેડીના દિપક જેઠાભાઇ વકાતર નામના ભરવાડ યુવાને સંબંધના દાવે હાથ ઉછીના રૂ.૬૫૦૦૦ લીધેલા હતા. જે રકમ પરત ચુકવણી માટે દિપક વકાતર દ્વારા ચેક આપેલ જે ચેક બેંક ખાતામાં ભરતા પરત ફરેલ જેથી ચંદ્રેશભાઇએ વકીલ મારફત નોટીસ આપેલ તેમ છતાં પણ ચેક મુજબની રકમ વસુલ નહીં આપતા ચંદ્રેશભાઇ દ્વારા જામનગરની અદાલતમાં ધી નેગો. ઇન્સ્ટ્રુ. એકટની કલમ ૧૩૮ હેઠળ કેસ દાખલ કરી જે કેસ જામનગર એડી. ચીફ જયુડી. મેજી. બી.આર.દવેની અદાલતમાં ચાલી જતા આરોપી દિપક જેઠાભાઇ વકાતરને એક વર્ષની સાદી કેદની સજા તથા રૂ.૬૫૦૦૦નો દંડનો હુકમ કરેલ છે. અને આરોપી દંડની રકમ ભરપાઇ કરવામાં કસુર કરે તો વધુ બે માસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે.

તેમજ અન્ય કેસમાં જામનગર તાલુકાનાં લાવડીયા મુકામે રહેતા ચંદ્રેશભાઇ ગાંડુભાઇ ચાંદ્રા પાસેથી દરેડના ગમારા મનીષ મેઘાભાઇ નામના ભરવાડ યુવાને સંબંધના દાવે હાથ ઉછીના રૂ.૫૫૦૦૦ લીધેલા જે રકમની પરત ચુકવણી માટે મનીશે ચેક આપેલ જે ચેક ચંદ્રેશભાઇ બેંકમાં જમા કરાવતા પરત ફરેલ જેથી ચંદ્રેશભાઇએ વકીલ મારફત નોટીસ આપેલ તેમ છતાં પણ ચેક મુજબની રકમ વસુલ નહીં આપતા ચંદ્રેશભાઇ દદ્વારા જામનગરની અદાલતમાં ધી નેગો. ઇન્સ્ટ્રુ.એકટની કલમ મુજબ કેસ દાખલ કરેલ. જે કેસ જામનગર એડી. ચીફ જયુડી. મેજી. બી.આર.દવેની અદાલતમાં ચાલી જતા આરોપી મનીશ મેઘા ગમારાને એક વર્ષની સાદી કેદની સજા તથા રૂ.૨૫૦૦૦ના દંડનો હુકમ કરેલ છે. આરોપી દંડની રકમ ભરપાઇ કરવામાં કસુર કરે તો વધુ એક માસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે.

ઉપરોકત બન્ને કેસમાં ફરીયાદી તરફે વકીલ ભગીરથસિંહ એલ. ઝાલા, તથા કલ્પેન વી.રાજાણી રોકાયા હતા.


​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News