જામનગર શહેરની જી.જી. હોસ્પિટલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો
જામનગર શહેરમાં આવેલ જી.જી. હોસ્પિટલ ખાતે અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ તા. ૦૨/૦૫/૨૦૨૬ ના રોજ બપોરે કોઈપણ સમયે હોસ્પિટલના મુતરડી પાસે આશરે ૫૦ વર્ષના અજાણ્યા પુરુષ બેભાન હાલતમાં જોવા મળ્યા હતા.
ઘટનાની જાણ થતાં ફરજ પરના ડોક્ટરે તપાસ કરતા તેમને કોઈપણ પ્રકારની બીમારીના કારણે મૃત્યુ થયેલ હોવાનું જાહેર કર્યું હતું. આ અંગે હિતેશગીરી લાલગીરી ગોસાઈ (ઉંમર ૪૨ વર્ષ, સામાજિક કાર્યકર, રહે. ગાંધીનગર બ્લોક નં. ઈ-૨૪, જામનગર) દ્વારા જાણ કરવામાં આવી હતી. જેના આધારે જામ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જી. કેશવાલા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મૃતકની ઓળખ મેળવવા માટે પોલીસ દ્વારા પ્રયાસો ચાલુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application