બંગાળ, આસામ સહિતના રાજ્યોમાં ભાજપની જીતનો જામનગરમાં જશ્ન

  • May 05, 2026 12:58 PM 

બંગાળ, આસામ સહિતના રાજ્યોમાં ભાજપની જીતનો જામનગરમાં જશ્ન


​​​​​​​પશ્ર્ચિમ બંગાળ, આસામ અને પોંડેચેરીમાં ભાજપની ભવ્ય જીત થઇ છે, તેમાં પણ  બંગાળની જીત તો વિશેષ છે, મોદી મેજીક ચાલ્યું છે, મમતા બંગાળને હવે નથી ગમતા એવું ચિત્ર સામે આવ્યું છે, ત્યારે જીત બાદ ગઇકાલે જામનગરમાં ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. પંચેશ્વર ટાવર વિસ્તાર ખાતે આવેલ ભાજપ કાર્યાલય પાસે ભાજપના આગેવાનો, કાર્યકરો દ્વારા આતશબાજી કરવામાં આવી અને મીઠાઈ વહેંચીને આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ વિજયોત્સવમાં જામનગર-દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, તેમજ શહેર ભાજપના મહામંત્રી વિજયસિંહ જેઠવા, મૃગેશભાઈ દવે, ભાવેશભાઈ ઠુંમર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ ઉપરાંત તાજેતરમાં ચૂંટાયેલા કોર્પોરેટરો પણ હાજર રહ્યા હતા. ઉજવણી દરમિયાન આતશબાજી બાદ મહિલા કાર્યકરો દ્વારા દેશભક્તિના ગીતો ગાઈને માહોલ દેશપ્રેમથી ગુંજી ઉઠ્યો હતો. કાર્યકરોએ ભારત માતા કી જયના નારા લગાવીને વિજયની ખુશી વ્યક્ત કરી હતી. ખાસ કરીને સાંસદ પૂનમબેન માડમ અને શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારીની રાહબરીમાં નવા ચૂંટાયેલા ૩૦ મહિલા કોર્પોરેટરો તેમજ શહેર સંગઠનના મહિલા અગ્રણીઓ દ્વારા રાસની રમઝટ પણ બોલાવાઈ હતી. આવો જ માહોલ જામનગર જિલ્લા ભાજપના કાર્યાલય અટલ ભવન પાસે જોવા મળી હતી. જ્યાં જિલ્લા ભાજપના પ્રમુખ ડો. વિનોદ ભંડેરી ઉપરાંત પૂર્વ અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, અને પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની આગેવાનીમાં વિશાળ કાર્યકર્તાઓએ ઢોલ નગારાના તાલે ભારત માતા નો જય ઘોષ કર્યો હતો. આતસબાજી અને મીઠાઈની વહેંચણી કર્યા બાદ ત્યાં પણ બહેનોએ રાસની રમઝટ બોલાવી હતી.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News