ધ્રોલ ખાતે મેમણ જમાત અને સામાજિક આગેવાનોના સહયોગથી નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાયો

  • April 30, 2026 02:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધ્રોલ ખાતે મેમણ જમાત અને સામાજિક આગેવાનોના સહયોગથી નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાયો


શહેર તેમજ આસપાસના વિસ્તારના જરૂરીયાતમંદ ૧૦૪ દર્દીઓએ લીધો લાભ


ધ્રોલ શહેરની જનતાના આરોગ્ય સુખાકારીના હેતુથી આજે મેમણ જમાત અને સ્થાનિક સામાજિક આગેવાનોના સંયુક્ત ઉપક્રમે ધ્રોલ મેમણ જમાત ખાના ખાતે એક વિશાળ સામૂહિક આરોગ્ય કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં શહેર અને આસપાસના વિસ્તારના જ‚રિયાતમંદ લોકો માટે નિષ્ણાંત તબીબોની સેવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.


આ આરોગ્ય કેમ્પમાં બી.પી. ચેકઅપ, ડાયાબિટીસ તપાસ, બાળરોગ નિદાન, સ્ત્રીરોગ નિદાન તથા જનરલ ફિઝિશિયન દ્વારા તપાસ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, કસરત વિભાગના નિષ્ણાંતો દ્વારા શારીરિક તંદુરસ્તી જાળવવા માટે ખાસ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન કુલ ૧૦૪ જેટલા દર્દીઓએ આ શિબિરનો લાભ લીધો હતો અને જ‚રી તબીબી સલાહ મેળવી હતી.


આ સફળ આયોજન પાછળ મેમણ જમાતના પ્રમુખ ગફારભાઈ લધાણી, ઉપપ્રમુખ હાજી ઈકબાલ ડોસાણી અને સેક્રેટરી અનવરભાઈ દેદરાણીએ ભારે જહેમત ઉઠાવી હતી. તેમની સાથે જમાતના ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો, કોર્પોરેટર સલીમભાઈ હાસમાણી તેમજ સામાજિક આગેવાનો ફીરોઝભાઈ સોલંકી, શબ્બીરભાઈ ચાવડા, શેખ, રફીકભાઈ ઈસ્માઈલભાઈ ડોસાણી અને ઈરફાનભાઈ ટકીનો પણ મહત્વપૂર્ણ સહયોગ સાંપડ્યો હતો.


તબીબી સેવાઓમાં ડો. નીરાલી વ્યાસ, ડો. હિના ડોસાણી, ડો. હેતવી વી. જોશી, ડો. મુસ્કાન કામોરા, ડો. એચ. એન. ફોજે અને ડો. સાગર ગામીએ પોતાની નિષ્ણાંત સેવાઓ આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ સાથે જ મેડિકલ સ્ટાફમાં ભાવનાબેન આર. ઝાલા, નર્મતાબેન એમ. ચૌહાણ તથા ધ્રોલ સામૂહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓએ હાજર રહીને વ્યવસ્થાપનમાં મદદ કરી હતી.


સ્થાનિક રહિશોએ આ પ્રકારના સેવાકીય કાર્યક્રમની પ્રસંશા કરી આયોજકોનો આભાર વ્યકત કર્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News