જામનગરમાં ભાજપે હરિફ પક્ષોના સુપડા સાફ કરી નાખતા ખુશીનો માહોલ: સાંસદ-મંત્રી ભેટી પડ્યા...

  • April 29, 2026 11:43 AM 

જામનગરમાં ભાજપે હરિફ પક્ષોના સુપડા સાફ કરી નાખતા ખુશીનો માહોલ: સાંસદ-મંત્રી ભેટી પડ્યા.

​​​​​​​જામનગર મહાનગરપાલીકાની ચૂંટણીમાં ૬૪ માંથી ૬૦ બેઠક મળતા  ભાજપનો ઐતિહાસીક વિજય થતાં મતગણતરી કેન્દ્ર પર સાંસદ પૂનમબેન માડમ અને શિક્ષણમંત્રી રીવાબા જાડેજા એકબીજાને ભેંટી પડ્યા હતા અને અભિનંદન પાઠવ્યા હતાં. શહેરમાં ઠેર-ઠેર ભાજપના ઉમેદવારો દ્રારા વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વિજેતા ઉમેદવારોની મત વિસ્તારોમાં વિજય રેલીઓ નીકળી હતી. જેમાં શહેર સાંસદ પૂનમબેન માડમ, રાજયમંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી સહીત અન્ય આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતાં. શહેરમાં ભાજપની વિજય રેલીઓથી કેસરિયો માહોલ છવાયો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News