ખંભાળિયા: વચલાબારા ગામનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો

  • May 14, 2026 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા: વચલાબારા ગામનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો

સ્કુટર, ૧૧ બોટલ સહિત અડધા લાખનો મુદામાલ કબ્જે

ખંભાળિયા તાલુકાના વચલા બારા ગામના મૂળ વતની અને હાલ લાલપુર તાલુકાના જોગવડ ગામે રહેતા મહિપતસિંહ ઉર્ફે ધમભા અનોપસિંહ જેઠવા નામના ૩૦ વર્ષના ગરાસીયા શખ્સને પોલીસે રૂપિયા ૩,૩૪૦ ની કિંમતને વિદેશી દારૂની નાની-મોટી કુલ ૧૧ બોટલ તથા સ્કૂટર અને મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા ૫૦,૩૪૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

દારૂ નો જથ્થો તેણે જામનગરના ધરાનગર વિસ્તારમાં રહેતા કિરીટસિંહ બહાદુરસિંહ ચુડાસમા પાસેથી મેળવ્યો હોવાનું ખુલવા પામ્યું છે. જે અંગે સલાયા મરીન પોલીસે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News