જામનગર  :  સંબંધ દાવે લીધેલ રકમ ૩૫ લાખ અંગે આપેલ ચેક કેસમાં આરોપીને કોર્ટમાં હાજર થવા હુકમ

  • April 29, 2026 12:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  

જામનગર  :  સંબંધ દાવે લીધેલ રકમ ૩૫ લાખ અંગે આપેલ ચેક કેસમાં આરોપીને કોર્ટમાં હાજર થવા હુકમ


જામનગરના મોહનેશ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર કાજલ વૃજેશભાઇ પરમારે પોતાના ધંધાના વિકાસ માટે આર્થીક જરૂરીયાતના કારણે તેમના પતિના એક વણીક મિત્ર પાસે કટકે કટકે રૂ. ૩૫ લાખ ઉછીના લીધા હતા. જેના ચુકવણા પેટે આરોપીએ પોતાી પેઢીના નામો ૩૫ લાખનો ચેક પોતાની સહી કરેલ આપેલ હતો.


જે ચેક પાકતી મુદત દરમ્યાન ફરીયાદીએ પોતાના ખાતામાં જમા કરાવા રકમ ન હોવના કારણે પરત ફરેલ જે બાબતે મોહનેશ એન્ટરપ્રાઇઝના કાજલ વૃજેશભાઇ પરમાર વિરુઘ્ધ એક કાનુની નોટીસ પણ ઇસ્યુ કરેલ હતી જેનો કોઇ જવાબ આપવામાં ન આવેલ તથા ફરીયાદીની ઉપરોકત ચેકની થતી રકમ પણ ચુકવેલ ન હતી.


તે સંજોગોમાં ફરીયાદીએ જામનગરની ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ તળે ફાળવેલી સ્પેશીયલ કોર્ટમાં ન્યાય માટે ફરીયાદ દાખલ કરેલ છે અને કાજલ વૃજેશભાઇ પરમાર ઉપર જામનગરની અદાલતમાથી સમન્સ ઇસ્યુ કરી કોર્ટમાં હાજર થવા હુકમ ફરમાવેલ છે, આ કેસમાં ફરીયાદી તરફે વકિલ સનત એલ. વોરા તથા પ્રેરક એસ. વોરા રોકાયેલ છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News