દેવભૂમિ દ્વારકા જિલ્લાના દુધિયા તથા ટોબર ગામે પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય દિવસની ઉજવણી કરાઈ

  • June 09, 2026 06:06 PM 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દુધિયા તથા ટોબર ગામે પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય દિવસની ઉજવણી કરાઈ

રાજ્યભરમાં "સ્વચ્છ ગામ થકી સ્વચ્છ જિલ્લા, સ્વચ્છ રાજ્ય અને સ્વચ્છ દેશ"ના સંકલ્પ સાથે આગામી તા. ૧૪/૦૬/૨૦૨૬ સુધી સ્વચ્છતા સપ્તાહ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત  આજરોજ 'પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય દિવસ (પ્લાસ્ટિક સફાઈ ઝુંબેશ) અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દુધિયા અને ટોબર  ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આ અન્વયે ગ્રામ પંચાયત અને સ્થાનિકોના સહયોગથી ગામના મુખ્ય રસ્તાઓ,જાહેર સ્થળો, ગ્રામપંચાયતની આસપાસ વિસ્તારોમાંથી પ્લાસ્ટિક કચરાના નિકાલ માટે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. 

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્યઓ,સરપંચ તથા સ્થાનિક આગેવાનો તેમજ ગ્રામજનો જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application