જામનગરની ખાનગી શાળાઓમાં કાલથી ઉનાળુ વેકેશન, વિધાર્થીઓને જલસો...

  • April 30, 2026 12:41 PM 

જામનગરની ખાનગી શાળાઓમાં કાલથી ઉનાળુ વેકેશન, વિધાર્થીઓને જલસો...


જામનગર સહીત રાજયભરની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં આગામી ૪ મે ના ૩૩ દીવસનું ઉનાળુ વેકેશન પડશે. જો કે, શહેરની મોટાભાગની ખાનગી શાળાઓ દ્વારા કાલથી એટલે કે ૧ મેના રજા જાહેર કરવામાં આવી હોય ઉનાળુ વેકેશનનો પ્રારંભ થશે. આજે ખાનગી શાળાઓમાં અભ્યાસનો અંતિમ દીવસ હોય વિધાર્થીઓમાં ઉનાળુ વેકેશનના મૂડમાં જોવા મળ્યા હતાં. ઉનાળુ વેકેશનમાં વિધાર્થીઓને જલસો પડી જશે. શહેરના ગાર્ડન અને પાર્ક બાળકોની ચિચિયારીથી ગુંજી ઉઠશે. શેરી અને ગલીઓમાં બાળકો ક્રીકેટ સહીતની પરંપરાગત રમતની મોજ માણશે તો ઇતર પ્રવૃતિઓમાં પણ પોતાનું કૌશલ્ય દાખવશે. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News