જામનગર : મોટી ગોપ ગામમાં અઢી વર્ષના બાળકને શ્ર્વાસમાં તકલીફ થયા બાદ મૃત્યુ

  • May 07, 2026 01:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર : મોટી ગોપ ગામમાં અઢી વર્ષના બાળકને શ્ર્વાસમાં તકલીફ થયા બાદ મૃત્યુ

જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા જીતુભાઈ ગિધાભાઈ પરમાર નામના શ્રમિકના અઢી વર્ષના પુત્ર કવિરાજ છેલ્લા દોઢ વર્ષથી શ્વાસની બીમારીથી પીડિત હતો. જેની તબિયત લથડતાં અને શ્વાસ લેવામાં તકલીફ થતાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા બાદ તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.

આ બનાવ અંગે મૃતક બાળકના પિતા જીતુભાઈ ગિધાભાઈ પરમારે પોલીસને જાણ કરતાં જામજોધપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ જે.ડી મેઘનાથી એ બાળકના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News