જામનગરમાં નવા મકાનના ત્રીજા માળેથી અકસ્માતે પટકાતા શ્રમિકનું મોત

  • April 30, 2026 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં નવા મકાનના ત્રીજા માળેથી અકસ્માતે પટકાતા શ્રમિકનું મોત

જામનગરના રામેશ્ર્વરનગરમાં રહેતા એક શ્રમિક યુવાન રણજીતસાગર રોડ પર નવા મકાનના ત્રીજા માળે સ્લેબનું કામ કરતા હતા ત્યારે અકસ્માતે પગ લપશી જતા પડી જવાથી ઇજા સબબ મૃત્યુ નિપજતા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.

​​​​​​​
જામનગરના રામેશ્ર્વરનગર ક્રિષ્નાપાર્ક શેરી નં. ૩માં રહેતા રમેશ ઉકાભાઇ ફટાણીયા (ઉ.વ.૪૬) નામનો યુવાન ગઇકાલે નવા બની રહેલા મકાનના ત્રીજા માળે સ્લેબનું કામ કરતા હતા એ દરમ્યાન અકસ્માતે તેમનો પગ લપશી જતા નીચે પડી જતા માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજા થતા તેમનું મૃત્યુ નિપજયુ હતું, આ બનાવ અંગે નવાગામ ઘેડ વિમલ પાર્કમાં રહેતા બંશીલ ભીખુભાઇ ફટાણીયા દ્વારા સીટી-એ ડીવીઝનમાં જાણ કરતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News