જેતપુર મગફળીકાંડ મામલે મોટો ખુલાસો, ભેળસેળની માહિતી સાચી

July 31, 2018 at 5:26 pm


રાજકોટ જિલ્લા કલેકટર રાહુલ ગુપ્તાએ આજે જેતપુર મગફળીકાંડ મામલે પત્રકાર પરીષદ સંબોધી હતી. તેમણે આ પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે નાફેડના અધિકારીઓ દ્વારા મગફળીમાં ભેળસેળની માહિતી મળી છે. હવે આ મામલે તંત્ર કાર્યવાહી કરશે અને દોષીતો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. તેમણે એ વાત પણ જણાવી હતી કે આ મામલે એફઆઈઆર થશે અને ત્યારબાદ ટીમ બનશે જે આ મામલે તપાસ હાથ ધરશે. કલેકટર રાહુલ ગુપ્તાએ પોતાની વાતમાં એ પણ સ્પષ્ટ કરી દીધું હતું કે આ મામલે જે પણ દોષી જણાશે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના સરકારે પણ આપી દીધી છે.

Comments

comments