જીઓ-2નું વેચાણ શરૂ.. જાણો કેવી રીતે ખરીદી આ ફોન

August 17, 2018 at 7:50 pm


રિલાયન્સ જીઓના નવા Jio Phone 2 માટે આજે ફ્લેસ સેલ ચાલુ થઇ હતી. ફોનને કંપનીની વેબસાઇટ પર વેચાણ માટે પ્રથમ વખત ઉપલબ્ધ કરવામાં આવ્યો હતો. Reliance Jioએ જુલાઇમાં કંપનીની 41મી વાર્ષિક સામાન્ય બેઠકમાં જીઓ ફોન-2ના લોન્ચની સાથે કેટલીક મોટી જાહેરાતો કરી હતી. જીઓ ફોન-2 ગત વર્ષે આવેલા જીઓ ફોનનું અપગ્રેટેડ વેરિયંટ છે.

નવો જીઓ ફોન-2 બ્લેકબેરીના જુના ક્વોર્ટી ફોનની જેમ દેખાય છે. જેમા જીઓ ફોનના દરેક ફીચર્સ આપવામાં આવ્યા છે. જે જૂના જીઓફોનને આશરે 1500 રૂપિયાની સિક્યોરીટી ડિપોઝિટની સાથે ખરીદી શકાતા હતા. જ્યારે જીઓ ફોન-2ને 2,999 રૂપિયામાં ખરીદી શકાશે.

Comments

comments

VOTING POLL