જોન અબ્રાહમની ફી રૂા.11 કરોડ

March 12, 2018 at 6:52 pm


હાલમાં જ ‘રોમિયો અકબર વાૅલ્ટર’ (રાૅ)ના સર્જકોએ જાહેરાત કરી કે આ જાસૂસી િથ્રલરમાં જાૅન અબ્રાહમ લીડ રોલ ભજવશે. હવે એવી ખબર છે કે નિમાર્તા આ ફિલ્મ માટે જાૅનને રૂ. 11 કરોડ આપવા માટે રાજી થઇ ગયા છે. એક અહેવાલ મુજબ જાૅને તેની આ ફિલ્મ માટે રૂ. 12 કરોડની માગ કરી હતી હતી, પણ સર્જકોએ તેની સાથે રૂ. 11 કરોડમાં ડીલ ફાઇનલ કરી છે. જાૅનની જોકે, પાછળી બે ફિલ્મો ‘ફોર્સ ટુ’ અને ‘રાૅકી હેન્ડસમ’ બાૅક્સ આૅફિસ પર નિષ્ફળ રહી હતી. પહેલા આ ભૂમિકા માટે સુશાંત સિંહ રાજપૂતને કાસ્ટ કરવામાં આવ્યો હતો. ફિલ્મનું પહેલું પોસ્ટર પણ રિલીઝ કરાયું હતું, પણ પાછળથી તેની તારીખોની સમસ્યાને કારણે ફિલ્મ તેણે છોડી દીધી. ઇન્ડસ્ટ્રીના વતુર્ળોમાં કેટલાકનું કહેવું છે કે જાૅનની પાછલી બંને િãલ્મો ફ્લાેપ ગઇ હતી છતાંય જાૅનને આટલી મોટી રકમ ફિલ્મ માટે આપવી તે હિતાવહ છેં જોકે, જાૅન સારો અભિનેતા હોવા ઉપરાંત એકશન સ્ટાર પણ છે. ફક્ત તેની ફિલ્મોની પસંદગી ખોટી હોય છે.

Comments

comments

VOTING POLL