કપિલ શર્મા પાસે નથી કામ છતાં ફરી રહ્યો છે યૂરોપમાં મજા, તસવીર વાઈરલ

August 7, 2018 at 11:17 am


કપિલ શર્માના બે શો ફ્લોપ ગયા છે. સુનીલ ગ્રોવર અને અલી અસગર સાથેની જોડી તુટ્યા બાદ કપિલને પણ લોકોએ જાકારો આપ્યો છે. હવે ચર્ચાઓ છે કે કપિલ શર્મા કોમેડી સર્કસમાં અન્ય કોમેડિયનો સાથે જોવા મળશે. છેલ્લા કેટલાક દિવસોથી કપિલ શર્મા લાઈમલાઈટથી પણ દૂર છે. જો કે તેની તસવીરો ક્યારેક ક્યારેક સોશિયલ મીડિયા પર જોવા મળી જાય છે. આ તસવીરોમાં તેના બદલતાં દેખાવની પણ ઝલક જોવા મળે છે.

તાજેતરમાં જ કપિલ શર્માની એક તસવીર ટ્વિટર પર શેર કરવામાં આવી હતી જેમાં તે તેના ડોગી સાથે સમય પસાર કરતો જોવા મળી રહ્યો છે. હાલ કપિલ શર્મા કામમાંથી બ્રેક લઈ અને યૂરોપમાં સમય પસાર કરી રહ્યો છે.

Comments

comments

VOTING POLL