ખાન ત્રિપુટી પર 610 કરોડનું રોકાણ

April 16, 2018 at 5:26 pm


બોલીવૂડમાં ત્રણ ખાનોનું અત્યારે રાજ છે. સલમાન ખાન, શાહરુખ ખાન અને આમિર ખાન. તેઆે આજે પણ 50થી વધુ વર્ષની ઉંમરે ઈન્ડસ્ટ્રીમાં બોક્સઆૅફિસ પર રેકોર્ડ કરે છે. ત્રણેય મેગાસ્ટાર્સ ટિકિટબારી પર ધમાકો મચાવે છે અને નવાં શિખરો સર કરે છે પણ ભારતમાં જ નહી, પણ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ. વિશ્વભરમાં તેમના ચાહકો છે. આ આઈકોનિક કલાકારો હજુ પણ માસ અને ક્લાસ બંનેમાં ફેવરિટ છે. તે તેમની સ્ટાઈલ અને તેમની અભિનય પ્રતિભાને આભારી છે. વાસ્તવમાં 2018માં આ ત્રણેય સુપરસ્ટાર્સ પર રુ. 610 કરોડ લાગેલા છે. આ તેમની ફિલ્મોનું બજેટ છે. હવે જોઈએ તેમની આ ફિલ્મો કેટલી સફળતા મેળવે છે.
સલમાન ખાન – રેસ થ્રી અને દબંગ થ્રી રૂા.250 કરોડ.
બાવન વર્ષના સલમાન ખાન માટે 2018ના વર્ષે ડબલ ટ્રીટ છે. તેની આ વર્ષ બે મસાલા ઍક્શન ફિલ્મો રજૂ થવાની છે તેમાં એક છે રેસ થ્રી, જેનું બજેટ છે રુ. 150 કરોડ. તેનું દિગ્દર્શન કોરિયોગ્રાફર અને ડિરેક્ટર રેમો ડિસોઝા કરશે. આ સ્ટાઈલીગ એક્શન થિ્રલર તેની અગાઉની બે ફિલ્મો કરતાં વધારે ભવ્ય હશે. તેમાં સલમાન ખાન ઉપરાંત બોબી દેઉલ, અનિલ કપૂર, જેકલિન ફનાર્ન્ડિસ, સાકિબ સલીમ, ડેઈઝી શાહ અને ફ્રેડી દારુવાલા મુખ્ય ભૂમિકામાં છે. રેસ થ્રી 15 જૂને ઈદ પર રજૂ થવાની છે. તે પછી સલમાનની કોપ એક્શન ડ્રામા દબંગ થ્રી પણ રજૂ થશે, જેનું દિગ્દર્શન પ્રભુ દેવા કરશે. સલમાનનો ભાઈ અરબાઝ ખાન તેનું નિમાર્ણ કરશે. રુ. 400 કરોડના ખર્ચે બનનારી આ ફિલ્મ qક્રસમસમાં બોક્સ આૅફિસ છલકાવશે.
આમિર ખાન – ઠગ્સ આૅફ હિન્દુસ્તાન – રૂા.210 કરોડ.
મિ. પરફેક્શનિસ્ટ આમિર ખાન અને બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન પ્રથમ વખત યશરાજ ફિલ્મ્સની ઠગ્સ આૅફ હિન્દોસ્તાંમાં સાથે આવી રહ્યા છે. આ એક્શન – એડવેન્ચર રુ. 210 કરોડના ભવ્ય ખર્ચે બની રહી છે તેનું દિગ્દર્શન વિજયકૃષ્ણા આચાર્યનું છે, જેમણે અગાઉ ધૂમ થ્રી બનાવી હતી. ફિલ્મમાં કેટરીના કૈફ અને ફાતિમા સાના શેખ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ 7 નવેમ્બરે દિવાળીના વીકેન્ડમાં રજૂ થશે.
શાહરુખ ખાન – ઝીરો – રૂા.150 કરોડ.
બોલીવૂડનો કિંગ ખાન એસઆરકે આનંદ એસ રાયની ઝીરો ફિલ્મમાં ઠીગુજીની પડકારરુપ ભૂમિકા ભજવવાનો છે, તેમાં તેની સાથે અનુષ્કા શમાર્ અને કેટરીના કૈફ મુખ્ય ભૂમિકામાં છે.
ફિલ્મ qક્રસમસના વીકેન્ડમાં 21 ડિસેમ્બરે રજૂ થશે.

Comments

comments

VOTING POLL