સરકાર આલોચના સાંભળવા તૈયાર નથી

December 2, 2019 at 9:33 am


Spread the love

નવી દિલ્હી તા. 2

ઉદ્યોગપતિ રાહુલ બજાજ બાદ બાયોકોનની પ્રબંધ નિદેશક કિરણ મજૂમદારએ સરકારની આલોચના કરી છે. તેમણે સરકાર પર નિશાન તાકતા જણાવ્યું છે કે સરકાર કોઈ પાસેથી આલોચના સાંભળવા તૈયાર નથી. કિરણ મજૂમદાર શોએ વધુમાં કહ્યું હતું કે, આશા છે કે સરકાર દેશની આર્થિક સ્થિતિને ફરીથી ટ્રેક પર લાવવા ભારતીય ઉદ્યોગ જગતનો સંપર્ક કરે. અત્યાર સુધી સરકાર તેમનાથી દૂર જ રહી છે અને આશ્ચર્યની વાત એ છે કે સરકાર અર્થવ્યવસ્થાને લઈને કોઈ ટીકા સાંભળવા તૈયાર જ નથી.

શું છે રાહુલ બજાજનો વિવાદ

એક કાર્યક્રમ દરમિયાન જાણીતા ઉદ્યોગપતિ અને પૂર્વ સાંસદ રાહુલ બજાજએ સરકાર પર દેશની આર્થિક સ્થિતિ આંકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે દેશમાં ભયનો માહોલ છે અને સરકાર તેની આલોચના સાંભળવા તૈયાર નથી. તેમણે આ મુલાકાત દરમિયાન મોબ લિચિંગ અને સાંસદ સાધ્વી પ્રજ્ઞાના વિવાદિત નિવેદન પર યોગ્ય કાર્યવાહી ન થઈ હોવાનું કહ્યું હતું. આ નિવેદનો બાદ નવો રાજકીય વિવાદ શરૂ થયો છે અને આ મુદ્દે અલગ અલગ લોકો પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે.