ખૂબ કામ લાગશે આ કિચન ટીપ્સ, નોંધીને લો ફટાફટ….

July 31, 2018 at 1:28 pm


– કડક લીંબૂને ગરમ પાણીમાં થોડા સમય માટે મુકી દેવામાં આવે તો તેમાંથી સહેલાઈથી વધુ રસ કાઢી શકાય છે.
– વટાણાના દાણા શાકભાજીમાં સંકોચાઈ ન જાય અને લીલા રહે એ માટે પાણીમાં એક ચમચી ખાંડ નાખીને વટાણા ઉકાળો અને ગ્રેવીમાં પાણી સહિત ઉપયોગ કરો.
– ખીર બનાવતી વખતે દૂધ જો પાતળુ કે ઓછુ લાગે તો થોડા ચોખા વાટીને ભેળવી દો.
– બટાકા ઉકાળતી વખતે પાણીમાં થોડુ મીઠુ મિક્સ કરી દો. આમ કરવાથી બટાકા ફાટશે પણ નહીં અને સહેલાઈથી છોલાઇ પણ જશે.
– કારેલાને બનાવતા પહેલા કાપીને મીઠાના પાણીમાં પલાળી દો. કારેલાની કડવાશ નીકળી જશે.
– કસ્ટર્ડ બનાવતી વખતે જો ખાંડની સાથે થોડુ મધ પણ ભેળવવામાં આવે તો તેનો સ્વાદ બેગણો થઈ જાય.
– લીલા મરચાને ફ્રિજમાં વધુ દિવસ સુધી તાજા રાખવા માટે તેની દાંડીને તોડીને એરટાઈટ ડબ્બામાં રાખો.
– બટાકા અને ડુંગળીને એક જ ટોપલીમાં એક સાથે ન રાખો. આવુ કરવાથી બટાકા જલ્દી ખરાબ થઈ જાય છે.
– જો દૂધ ફાટવાની શક્યતા હોય તો થોડો બેકિંગ પાવડર નાખીને ઉકાળો દૂધ ફાટશે નહી.

Comments

comments

VOTING POLL