ચંદ્ર પર જીવન શકય હોવાનો વધુ એક પુરાવો મળ્યો: નાસાએ કરી પુષ્ટિ

August 22, 2018 at 11:37 am


ભારતે દસ વર્ષ પહેલાં ચંદ્રયાન-1 અંતરિક્ષયાનને લોન્ચ કર્યું હતું. તેના પરથી ચંદ્રની સપાટી પર પૂરતી માત્રામાં બરફ હોવાની વાતના સંકેત મળ્યા છે. એટલે સુદ્ધાં કે ચાંદ પર રહેવા માટે પાણીની ઉપલબ્ધતાની પણ સંભાવના છે.
વૈજ્ઞાનિકો એ ચંદ્રયાન-1 અંતરિક્ષયાનના આંકડાના આધાર પર ચંદ્રમાના ધ્રુવીય વિસ્તારોના સૌથી અંધારા અને ઠંડા સ્થળ પર પાણી ઠરેલા સ્વરૂપે હોવાની પુષ્ટિ કરી છે. નાસા એ મંગળવારના રોજ આ માહિતી આપી છે. ભારતે દસ વર્ષ પહેલાં આ અંતરિક્ષયાનને લોન્ચ કર્યું હતું.
ચંદ્રની સપાટી પર પૂરતી માત્રામાં બરફ હોવાથી એ વાતના સંકેત મળે છે કે આગળના અભિયાનો કે એટલે સુધી કે ચંદ્રમા પર રહેવા માટે પણ પાણીની ઉપલબ્ધતાની સંભાવના છે. ‘પીએએનએસ’ જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસમાં કહ્યું છે કે બરફ આમ-તેમ પથરાયેલો છે. દક્ષિણી ધ્રુવ પર મોટાભાગે બરફ લુનાર ક્રેટર્સની પાસે જામ થયેલો છે.
ઉત્તરી ધ્રુવ બાજુ બરફ ખૂબ જ છે પરંતુ મોટાભાગે પથરાયેલો છે. વૈજ્ઞાનિકોએ નાસાના મૂન મિનરેલોજી મેપર (એમ3)માંથી પૂરતા આંકડાઓનો ઉપયોગ કરતાં દેખાયા છે કે ચંદ્રમાની સપાટી પર પાણી હિમ થયેલું છે. ઇસરો દ્વારા 2008મા પ્રક્ષેપિત કરાયેલ ચંદ્રયાન-1 અંતરિક્ષયાનની સાથે એમ3ને મોકલાયું હતું.
આ બરફના થર એવી જગ્યાએ મળ્યા છે જ્યાં ચંદ્રમાના ઘુર્ણન અક્ષ થોડો ઝૂકેલો હોવાથી સૂર્યની રોશની કયારેય ત્યાં પહોંચી નથી. અહીંનું વધુમાં વધુ તાપમાન કયારેય -156 ડિગ્રી સેલ્સિયસથી વધ્યું નથી. આની પહેલાંની આકરણીમાં અપ્રત્યક્ષ રીતે લુનાર સાઉથ પોલ પર સપાટી પર બરફ હોવાની સંભાવના વ્યક્ત કરાઇ હતી.
ચંદ્રયાન 1 અંતરિક્ષ યાન ભારતનું પહેલું ચંદ્રમિશન હતું. તેને 28 ઑગસ્ટ 2009ના રોજ સિગ્નલ મોકલવાનું બંધ કરી દીધું હતું. ઇસરોએ તેને થોડાંક દિવસ બાદ જ સત્તાવાર રીતે આ મિશનને ખત્મ કરવાની જાહેરાત કરી દીધી હતી. આ મશિનને બે વર્ષ માટે તૈયાર કરાયું હતું. પહેલાં જ વર્ષની યાત્રામાં તેણે 95 ટકા લક્ષ્યોને પ્રાપ્ત કરી લીધા હતા. 2016મા નાસાએ ગ્રાઉન્ડ-બેઝ સિસ્ટમથી ચંદ્રયાનને તેની કક્ષામાં ફરીથી પહોંચાડવાની કોશિષ કરી. તેના ત્રણ મહિના બાદ સતત ઓબ્ઝર્વેશન બાદ તેની કક્ષામાં સ્થાપિત કરવા માટે યોગ્ય જગ્યા નક્કી કરાઇ.

Comments

comments

VOTING POLL