મુંબઈના ગઠિયાએ રૂા.60 હજાર લીધા બાદ શ્વાનની ડિલિવરી ન આપી કરી છેતરપિંડી

October 2, 2018 at 3:26 pm


રાજકોટમાં રહેતા એક શ્વાનપ્રેમી આક}ટેકટે માલ્ટીઝ ડોગની ખરીદી માટે આપેલા આેર્ડર પેટે રૂા.60 હજાર ચુકવી દીધા બાદ મુંબઈના શખસે શ્વાનની ડીલીવરી ન આપી તથા પૈસા પણ પરત ન કરી છેતરપીડી કર્યાનો બનાવ પોલીસમાં નાેંધાયો છે.
રાજકોટના શ્રાેફ રોડ પર પ્રયાગ એપાર્ટમેન્ટમાં રહેતા આક}ટેકટ વિપુલભાઈ સુરેશભાઈ સંઘવીએ પ્ર.નગર પોલીસમાં નાેંધાવેલી ફરિયાદની વિગત અનુસાર ગત જુલાઈ માસમાં તેની પુત્રી શ્રેયાએ મુંબઈના ડાેંબીવલી ખાતે પાલવા સીટીમાં રહેતા પોઝ એન્ડ કલોઝના સંચાલક શેલ્ડન વાઝનો સંપર્ક કરી માલ્ટીઝ ડોગની ખરીદી માટે આેર્ડર આપ્યો હતો.
આ આેર્ડર પેટે વિપુલભાઈ સંઘવીએ રૂા.60 હજાર શેલ્ડન વાઝના એચડીએફસી બેંકના ખાતામાં જમા કરાવી દીધા હતા. જે અનુસંધાને શેલ્ડને એક સપ્તાહમાં ડોગની ડીલીવરી આપવાની ખાતરી આપી હતી. એટલું જ નહી એક સપ્તાહમાં જો ડોગની ડીલીવરી ન મળે તો પૈસા પરત આપવાની ગેરેન્ટી પણ આપી હતી.
પરંતુ 10-10 દિવસ વિતી જવા છતાં ડોગની ડીલીવરી નહી મળતા વિપુલભાઈએ શેલ્ડનને ફોન કરી પૈસા પરત માગ્યા હતા. જે મામલે શેલ્ડને રકઝક કરી ડોગની ડીલીવરી તો દૂર પૈસા પરત આપવાની પણ ના પાડી દીધી હતી. જે સંદર્ભે વિપુલભાઈ સંઘવીએ મુંબઈના ગઠીયા સામે પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નાેંધાવી છે. જેની તપાસ જમાદાર અશોકભાઈ ચલાવી રહ્યા છે.

Comments

comments