ભારતની ચૂંટણીમાં પ્રમાણીકતા રાખશું: ઝકરબર્ગે આપ્યો ભરોસો

April 11, 2018 at 11:29 am


ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગે કેમ્બ્રિજ એનાલિટિકા ડેટા લીક કેસમાં યુસ કોંગ્રેસ સામે રજૂ થયા હતા. અહીં તેમણે ભરોસો અપાવ્યો કે ભારતમાં થનારી આગામી ચૂંટણીને ફેસબુકના માધ્યમથી પ્રભાવિત નહીં થવા દે. આ માટે તેઓ પ્રયાસ કરી રહ્યા છે.
ઝકરબર્ગે એક સવાલના જવાબમાં કહ્યું, 2018 ચૂંટણીને ધ્યાનમાં રાખી ખૂબ મહત્વપૂર્ણ વર્ષ છે. ચાલુ વર્ષે અમેરિકામાં પણ ચૂંટણી થવાની છે. ઉપરાંત ભારત, પાકિસ્તાન, બ્રાઝિલ જેવા દેશોમાં પણ ચૂંટણી છે. અમે ભરોસો અપાવીએ છીએ કે ચૂંટણી પ્રભાવિત ન થાય તે માટે અમે શક્ય તમામ પ્રયત્નો કરીશું.
ઝકરબર્ગે કેમ્બ્રિજ એનાલિટિકા મામલે પોતાની ભૂલ સ્વીકારી છે. યુએસ કોંગ્રેસમાં તેની સામે સુનાવણી શરૂ થતાં જ ઝજરબર્ગે માફી માંગી. તેમણે કહ્યુ, મને દુ:ખ છે કે ફેસબુક ડેટા લીક મામલાને પકડવામાં ધીમું સાબિત થયું. આ મારી ભૂલ છે. મને માફ કરી દો. મેં ફેસબુકની શરૂઆત કરી, હું તેને ચલાવું છું અને જે કંઈ થયું તેના માટે હું જવાબદાર છું.
ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ અમેરિકી કોંગ્રેસની સામે કેમ્બ્રિજ અનાલિટિકા ડેટા લીકને લઈ સવાલોના જવાબો આપ્યા. આ દરમિયાન 44 સેનેટરો દ્વારા પૂછાયેલા સવાલોમાં ઝુકરબર્ગે પોતાની ભુલ સ્વીકાર કરી છે, તેમણે કહ્યું ફેસબુક દુનિયામાં સકારાત્મકતા ફેલાવશે.
તમામ સેનેટરને 5 મિનિટ આપવામાં આવી હતી. આ સુનાવણી આશરે 5 કલાક સુધી ચાલી. આ દરમિયાન 2 બ્રેક પણ લેવામાં આવ્યા. અનેક સવાલોના જવાબ આપતી વખતે ઝકરબર્ગ ગભરાયેલા પણ જોવા મળ્યા.

Comments

comments

VOTING POLL