મારુતિ સુઝુકીએ સર્જ્યો રેકોર્ડ, 2 કરોડ કારનું થયું પ્રોડકશન

July 25, 2018 at 12:02 pm


પ્રખ્યાત કંપની મારૂતિ સુઝુકીએ નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. કંપનીના માનેસર અને ગુરૂગ્રામ પ્લાન્ટમાંથી 2 કરોડ કારનું પ્રોડક્શન થયું છે. કંપની શરૂ થયા બાદ 34 વર્ષે પહેલીવાર 2 કરોડ કારોનું ઉત્પાદન કર્યું છે. આ બંને પ્લાન્ટમાંથી દર વર્ષે સ્વિફ્ટ, ડિઝાયર, બ્રિઝા, અલ્ટો અને વેગનાર જેવી કારનું પ્રોડકશન થાય છે. ઉલ્લેખનીય છે કે કારનું પ્રોડકશન વધવાનું મુખ્ય કારણ માર્કેટમાં વધેલું વેચાણ છે. ભારતમાં બનેલી આ કાર યૂરોપીય દેશ, જાપાન, એશિયાનાં દેશ, આફ્રિકા અને લેટિન અમેરિકાનાં 100થી વધારે દેશોમાં નિકાસ થાય છે.

Comments

comments

VOTING POLL