બાળકોની યાદશક્તિ વધારવા તેમને પીવડાવો આ ફળના રસ

March 9, 2018 at 6:00 pm


બાળક અભ્યાસમાં તેજસ્વી બને તેવી ઈચ્છા દરેક માતા-પિતાની હોય છે. આવી ઈચ્છા પૂરી કરવા માટે માતા-પિતા હજારો રૂપિયાનો ખર્ચ પણ કરી દેતાં હોય છે. પરંતુ આ કામ કરવાની સાથે બાળકોના ખોરાકમાં જો કેટલીક વસ્તુઓ ઉમેરવામાં આવે તો તેમની યાદશક્તિ ઝડપથી તેજ થશે.

દાડમનો રસ
દાડમનો રસ પીવાથી બાળકોને ખૂબ લાભ થાય છે. તેમાં ઓક્સીડેન્ટ ગુણ હોય છે જે બ્રેઈન સેલ્સને ખરાબ થવાથી બચાવે છે. જે બાળકને યાદશક્તિ નબળી હોય તેણે નિયમિત રીતે દાડમનો જ્યૂસ પીવો જોઈએ.

બદામ શેક
બદામમાં પ્રોટીનનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. જેનાથી બ્રેઈન ગ્રોથ થાય છે. બાળકને રોજ બદામ શેક પીવડાવવાની શરૂઆત કરશો એટલે 15 દિવસમાં જ તેનામાં તમને ફરક દેખાવા લાગશે.

એલોવેરા જ્યૂસ
એલોવેરામાં વિટામીન બી-6 વધારે હોય છે જે બાળકો માટેં ખૂબ સારું સાબિત થાય છે. આ જ્યૂસ પીવાથી બાળકોની યાદશક્તિ વધે છે. આ જ્યૂસ કદાચ બાળકોને સ્વાદમાં ભાવે નહીં તો પણ થોડું પીવડાવવું. તેનાથી મગજ માટે આ સારું ટોનિક સાબિત થાય છે.

નાળિયેર પાણી
ગરમીના દિવસોમાં નાળિયેર પાણી પીવું સૌથી સારું ગણાય છે. નાળિયેર પાણી પીવાથી શરીરમાં સ્ફુર્તિ પણ રહે છે. આ પાણી પીવાથી એકાગ્રતા પણ વધે છે. તો અભ્યાસ કરતાં બાળકોને દિવસમાં એકવાર નાળિયેર પાણી અચૂક પીવડાવવું.

Comments

comments

VOTING POLL