ઘરે ઝટપટ બનાવો લસણ-ડુંગળી વિનાનું મેથી પાપડનું શાક

August 8, 2018 at 5:15 pm


સામગ્રી
1 – ચમચો મેથીના દાણા
1 – કપ કાચા પાપડના ટુકડા
2 – ચમચી તેલ
રાઈ
હિંગ
હળદર
લાલ મરચું પાઉડર
ધાણાજીરૂ
ગોળ
મીઠુ સ્વાદ મુજબ

રીત
મેથીના દાણાને 5થી 6 કલાક પાણીમાં પલાળી રાખવા. પછી તેમાંથી પાણી કાઢી કુકરમાં મેથીના દાણાને બાફી લો. બીજા એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ અને હિંગનો વઘાર કરો. તેમાં 2 કપ પાણી, હળદર અને લાલ મરચું પાઉડર, ધાણાજીરૂ, ગોળ અને મીઠુ ઉમેરો અને ધીમા તાપે પાણીને ઉકળવા દો. ત્યારપછી તેમાં બાફેલા મેથીના દાણા અને કાચા પાપડના ટુકડા ઉમેરીને 5-7 મિનીટ સુધી ઉકાળો. તૈયાર છે મેથી પાપડનું શાક.

Comments

comments

VOTING POLL