દૂધથી વાળ કરો સ્ટ્રેટ, જાણી લો રીત

August 22, 2018 at 1:55 pm


Spread the love

સુવાળા અને ચમકીલા વાળ હોય તેવી ઈચ્છા દરેક યુવતીને હોય છે. તેના માટે તેઓ અનેક પ્રકારના શેમ્પુ અને કન્ડિશનર પણ ટ્રાય કરતી રહે છે પરંતુ તેમ છતાં ધાર્યું પરિણામ મળતું નથી. તેનું મુખ્ય કારણ છે માનસિક તાણ ભરેલી જીવનશૈલી અને સતત વધતું પ્રદૂષણ. ખરાબ થયેલા વાળને ફરીથી સુંવાળા કરવા માટે મોટો ખર્ચ પણ યુવતીઓ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આ કામ 20 રૂપિયાનો ખર્ચ કરીને પણ કરી શકાય છે ? નથી જાણતાં તો આજે જાણી લો કે ઘરે જ વાળને કેવી રીતે ચમકીલા અને સોફ્ટ બનાવવા.

વાળ માટે ઉત્તમ વસ્તુ છે નાળિયેર, નાળિયેરનો ઉપયોગ તમે પૂજા, પાઠમાં કર્યો જ હશે પરંતુ તેના ઉપયોગથી વાળને પણ સુંદર બનાવી શકાય છે. વાળને સોફ્ટ અને શાઈની બનાવવા માટે નાળિયેરની પેસ્ટ કરી તેમાંથી તેનું દૂધ નીચોવી લેવું. આ દૂધને વાળના મૂળમાં મસાજ કરીને લગાવવું. નાળિયેરનું દૂધ વાળમાં લગાવ્યા બાદ શાવર કેપ પહેરી લેવી અને 30 મિનિટ સુધી રેસ્ટ લેવો. ત્યારબાદ વાળને સાદા પાણીથી ધોઈ લેવા અને બીજા દિવસે શેમ્પૂ કરવું. આ ઉપાય કરવાથી કર્લી વાળ પણ સીધા થવા લાગશે.