મોહમ્મદ શમીએ ફેસબુક પર શેર કર્યું દીકરીથી દૂર થયાનું દુ:ખ, લોકોએ કરી વિચિત્ર કોમેન્ટ

March 13, 2018 at 1:57 pm


Spread the love

મોહમ્મદ શમી અને તેની પત્ની વચ્ચે ચાલતા વિવાદના પગલે શમી તેની દીકરીથી પણ દૂર થઈ ગયો છે. જે વાતનું દુ:ખ તેણે ફેસબુક પર વ્યક્ત કર્યું છે. શમીએ તેની પત્નીને મનાવવા અને સમજાવવાના અનેક પ્રયત્નો કર્યા પરંતુ તે તમામ નિષ્ફળ ગયા છે. શમીની પત્નીએ તેના પતિ અને સાસરી પક્ષના સભ્યો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે. તેવામાં હવે શમીને તેની દીકરીની યાદ સતાવવા લાગી છે.

શમીએ તેના ફેસબુક પેજ પર તાજેતરમાં જ તેની દીકરીનો ફોટો શેર કર્યો છે. તેમાં તેણે લખ્યું છે કે તે તેની દીકરીને ખૂબ મિસ કરી રહ્યો છે. શમીની આ પોસ્ટ પર કેટલાક લોકોએ કોમેન્ટ કરી તેને સાંત્વના પણ પાઠવી છે તો કેટલાકએ તેના પર રોષ ઠાલવ્યો છે.