આનંદો… ચોમાસુ વહેલું આવશે

May 21, 2018 at 4:54 pm


આ વર્ષે નૈઋત્યનું ચોમાસુ વહેલું આવી પહાેંચશે તેમ હવામાન ખાતાએ જણાવ્યું છે. ભારતીય વેધશાળાની આગાહી મુજબ નૈઋત્યનું ચોમાસું કેરળના કાંઠે દર વખત કરતા ત્રણ દિવસ વહેલું એટલે કે 29મી જૂને આવી પહાેંચશે. જોકે આમાં ચાર દિવસ આગળ-પાછળ પણ થઈ શકે છે.
નૈઋત્યનું ચોમાસું કેરળમાં 29મી મેથી શરૂ થશે અને તેમાં કદાચ ચાર દિવસનો ફરક પણ પડી શકે, એમ ઇન્ડિયા મીટિયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ (આઈએમડી)એ આ વર્ષે ચોમાસું વહેલું શરૂ થવાની આગાહી કરી હતી.
સામાન્યપણે કેરળમાં નૈઋત્યના ચોમાસાનું આગમન પહેલી જૂનથી થતું રહે છે અને ઘણી વાર તેમાં સાતેક દિવસનો ફરક પડી પણ શકે છે. આ વિસ્તારમાં વરસાદની શરૂઆત થયા પછી તે ઉત્તર તરફ આગળ વધતું જાય છે, પરિણામે ઉનાળાની કાળઝાળ ગરમીમાંથી રાહત મળતી જાય છે.
આઈએમડી દ્વારા ચોમાસાની શરૂઆતની આગાહી 2005થી કરવામાં આવે છે અને તેમની તારીખમાં લગભગ ફેરફાર થતો નથી. માત્ર 2015માં આઈએમડીએ 30મી જૂનથી વરસાદ શરૂ થવાની આગાહી કરી હતી, તે ખોટી પડી હતી અને 2015માં વરસાદ પાંચમી જૂનથી શરૂ થયો હતો.
2016માં આઈએમડીએ વરસાદ સાતમી જૂનથી શરૂ થવાની આગાહી કરી હતી, પણ ત્યારે વરસાદ આઠમી જૂનથી શરૂ થયો હતો. 2017માં 30મી જૂનની આગાહી હતી અને તે એકદમ સચોટ સાબિત થઈ હતી.
ચાલુ વર્ષે આઈએમડીએ આ વર્ષનું ચોમાસું કેવું જશે એની આગાહી એપ્રિલની 16મી તારીખે કરી હતી. તેનાં એક મહિના પછી ચોક્કસ તારીખ જાહેર કરી હતી. આઈએમડીએ 16મી એપ્રિલે આ વર્ષનું ચોમાસું સામાન્ય રહેશે એવી આગાહી કરી હતી. કુલ વરસાદના 97 ટકા વરસાદને સામાન્ય વરસાદ ગણવામાં આવે છે.
આઈએમડીએ સતત ત્રીજે વર્ષે સામાન્ય વરસાદની આગાહી કરી છે. જોકે, 2017માં વરસાદ સામાન્ય કરતાં થોડો આેછો રહ્યાે હતો.
આંદામાનના સમુદ્ર પર ચોમાસાની ગતિવિધિની શરૂઆત થાય એનાં પરથી આઈએમડી નૈઋત્યના ચોમાસાની આગાહી કરતું હોય છે. આંદામાન સમુદ્ર વિસ્તારમાં સામાન્યપણે નૈઋત્યનું ચોમાસું 20મી મેથી સqક્રય થતું હોય છે, ઘણી વાર તેમાં એકાદ અઠવાડિયાનો ફરક પડી શકે છે. આ વર્ષે આંદામાન સમુદ્રના કેટલાક ભાગમાં અને બંગાળના અખાતના અિગ્ન ખૂણામાં નૈઋત્યનું ચોમાસું 23મી મેથી સqક્રય થવાની આશા રાખવામાં આવે છે.

Comments

comments

VOTING POLL