મલેરિયાની સારવાર કરવામાં ટૂથપેસ્ટ થઈ શકે છે મદદરૂપ

May 18, 2018 at 1:16 pm


મલેરિયાની સારવાર સમયસર ન થાય તો વ્યક્તિ પર જીવનું જોખમ ઊભું થઈ જાય છે. આ ગંભીર સમસ્યા અંગે લંડનમાં એક સંશોધન કરવામાં આવ્યું હતું અને તેના તારણમાં જાણવા મળ્યું છે કે ટૂથપેસ્ટ, સાબુ અને ડિટરજન્ટથી મલેરિયાની સારવાર થઈ શકે છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ટૂથપેસ્ટ, સાબુ અને ડિટરજન્ટમાં ટ્રાઈક્લોઝન નામનું તત્વ હોય છે જે મલેરિયાના બેક્ટેરિયાને સરળતાથી મારી શકે છે !

મલેરિયાની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી દવા પિરિમેખામાઈલ ડીએચઈઆરનો નાશ કરે છે. ટ્રાઈક્લોઝન મલેરિયાના તે પરજીવીઓ પર પણ કારગર સાબિત થયો જે પિરિમેથામાઈનથી લડવા માટે સક્ષમ હતા. ટૂથપેસ્ટમાં ટ્રાઈક્સોઝન હોય છે જે લિવરમાં ફેટી એસિડને બનાવવા સહાયક ઈએનઆર નામના એન્જાઈમને નિષ્ક્રિય કરી પ્લેગના જીવાણું બનતાં અટકાવે છે.

Comments

comments

VOTING POLL