મચ્છરને ભગાવશે આ ઘરગથ્થુ ઉપચાર

August 25, 2018 at 11:04 am


મચ્છરના કરડવાથી ગંભીર બીમારી થઈ શકે છે. તેમાં પણ વરસાદની ઋતુમાં તો મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે વળી આ ઋતુમાં બીમારી પણ ઝડપથી ફેલાય છે. મચ્છરને દૂર કરવા ઘરમાં કેમિકલયુક્ત કોઈલ અને લીક્વીડ તો મોટાભાગના લોકો રાખે છે પરંતુ તેના કરતાં વધારે અસરકારક કેટલાક ઘરગથ્થુ ઉપાય છે.

– સળગતા કોલસા પર નારંગીની છાલ મૂકી દો. હવે આમાંથી નીકળતા ધુમાડાથી મચ્છર ભાગી જશે.
– સોયાબીનના તેલથી સ્કીન પર હળવેકથી મસાજ કરો. તેનાથી મચ્છર તમારાથી દૂર રહેશે. આ ઉપરાંત યુકેલિપ્ટસનું તેલ પણ કારગત નીવડે છે.
– તુલસીના પાનનો રસ અને સરસવનું તેલ બોડી પર લગાવવાથી મચ્છર તમને કરડશે નહિ.
– લીમડાના પાનથી નીકળતો ધુમાડો બાળવાથી મચ્છર ઘરમાંથી દૂર ભાગશે.
– લવિંગના તેલની વાસથી મચ્છર દૂર ભાગે છે. તેથી લવિંગના તેલમાં નારિયેળનું તેલ મિક્સ કરીને સ્કીન પર લગાવો. આ ઈલાજ ઓડોમોસથી ઓછો નથી.
– ગલગોટાના ફુલ પણ મચ્છર ભગાવવાનો અક્સીર ઈલાજ છે. ગલગોટાના છોડને તમારા બગીચામાં નહિ, પણ સાંજના સમયે બાલ્કનીમાં મૂકી દો. મચ્છર નહિ આવે.

Comments

comments

VOTING POLL