સવારનો નાસ્તો શા માટે છે જરૂરી, જાણી લો આજે….

September 12, 2018 at 7:29 pm


ખાણીપીણીની યોગ્ય આદત વ્યક્તિને દિવસભર એક્ટિવ રાખે છે. જો ખાવા-પીવાની આદત યોગ્ય ન હોય તો વ્યક્તિનું સ્વાસ્થ્ય પણ તેને સાથ આપતું નથી. એટલા માટે જ દિવસની શરૂઆત નાસ્તાથી કરવાની સલાહ નિષ્ણાંતો આપે છે. નાસ્તો કરવાનું ક્યારેય ટાળવું જોઈએ નહીં. સવારનો નાસ્તો ખૂબ જરૂરી હોય છે. નાસ્તો એટલે કે રાત્રે કરેલા ભોજન પછી શરીરને દિવસભરની દોડધામ માટે ઉર્જા આપે તેવી વસ્તુઓનું સેવન કરવું. જો તમે સવારે નાસ્તો ન કરો તો રાત્રિના ભોજન અને બપોરના ભોજન વચ્ચે 9 કલાકથી વધારે ગેપ રહી જાય અને આ ગેપ સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થાય છે. આ કારણથી સવારે નાસ્તો કરવાનું ટાળવું જોઈએ નહીં.

Comments

comments

VOTING POLL