ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરના ટુકડા મળ્યા નાસાને, શેર કરી તસવીરો

December 3, 2019 at 8:25 am


Spread the love

નવી દિલ્હી તા. 3

અમેરિકાની NASA એજન્સીએ ટ્વિટ કરીને ભારતના ચંદ્રયાન 2ના લેન્ડર વિક્રમ અંગેની મહત્વપૂર્ણ જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન-2 મિશન 22 જુલાઈના રોજ લોંચ કરવામાં આવ્યું હતું. 14મી ઓગસ્ટના રોજ લેન્ડર અને રોવરે પૃથ્વીની કક્ષા છોડી હતી. 6 દિવસ બાદ તેણે ચંદ્રમાની કક્ષામાં પ્રવેશ કર્યો હતો. 2 સપ્ટેમ્બરના રોજ વિક્રમ લેન્ડર ઓર્બિટરથી અલગ થયું હતું. મિશન પ્રમાણે લેન્ડરને રાત્રીના 1 થી 2 વાગ્યા વચ્ચે લેન્ડ થવાનું હતું, પરંતુ આ અગાઉ ઈસરોનો લેન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

હવે નાસાએ દાવો કર્યો છે કે ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરના ટુકડા તેની ક્રેશ સાઇટથી 750 મીટર દૂર મળ્યો છે. નાસાના લૂનર રિકનેન્સેસ ઓર્બિટરએ ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરને શોધી કાઢ્યું છે. અહીંથી ઓર્બિટરને વિક્રમ લેન્ડરના ત્રણ ટુકડા મળ્યા નાસાએ વિક્રમ લેન્ડરના ઇમ્પેક્ટ સાઇટની તસવીર શેર કરી અને જણાવ્યુ હતું કે વિક્રમ લેન્ડરના ત્રણ ટુકડા મળ્યા છે.