સૂર્યની સૌથી નજીક પહોંચશે નાસા, જુલાઈમાં લોન્ચ કરશે પાર્કર સોલર પ્રોબ

April 9, 2018 at 1:08 pm


સૂર્યની નજીક પહોંચવાનો પ્રયોગ નાસા કરવા જઈ રહ્યું છે. અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા પોતાનું પહેલું પાર્કર સોલર પ્રોબ જુલાઈ માસમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. પાર્કર સોલર પ્રોબને ફ્લોરિડા સ્થિત નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કોમ્લેક્સ-37થી મોકલવામાં આવશે.

નાસા તરફથી જણાવવામાં આવ્યું છે કે બે કલાકની લોન્ચ વિંડો 31 જુલાઈના રોજ સવારે ચાર કલાકે ખોલવામાં આવશે અને ત્યારબાદ 19 ઓગસ્ટ સુધી રોજ સવારે ચાર કલાક પહેલા ખુલશે. અંતરિક્ષ માટે રવાના થયા બાદ અંતરિક્ષ યાન સીધું સૂર્યના પ્રભામંડળ એટલે કે કોરોનામાં પહોંચશે. સૂર્યની સપાટી અને કોરોના વચ્ચેનું અંતર 38 લાખ મીલ છે. સૂર્યની આટલી નજીક આજ સુધી કોઈ માનવસર્જિત વસ્તુ પહોંચી શકી નથી.

આ મિશનથી વિજ્ઞાનના અનેક પ્રશ્નોના જવાબ મળશે. મેરીલેન્ડ સ્થિત જોન્સ હોપકિંસ અપ્લાઈડ ફિજિક્સ લેબોરેટરીના પાર્કર સોલર પ્રોબ પ્રોજેક્ટ મેનેજર એન્ડી ડ્રાયજમેનએ જણાવ્યું હતું કે, આ બીજો સૌથી મહત્વપૂર્ણ પાર્કર સોલર પ્રોબ છે. તેમની સમગ્ર ટીમ તેને સુરક્ષિત અને સફળ રીતે લોન્ચ કરવા ઉત્સાહિત છે.

Comments

comments

VOTING POLL