રાજ્યના લોકોએ માસ્ક ન પહેરી ભર્યો 1 અબજ 68 કરોડનો દંડ, રાજકોટવાસીઓએ ભર્યા 1,06,841 રૂપિયા

  • March 10, 2021 07:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

રાજ્યમાં કોરોના વાયરસની એન્ટ્રી થયા બાદ માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું હતું. જે માસ્ક ન પહેરે તેને સરકાર મસમોટો દંડ પણ ફટકારે છે. આ દંડની રકમની જાણકારી આજે આપવામાં આવી હતી. 

 

 

જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર રાજ્યના લોકોએ માસ્ક ન પહેરી અને  1 અબજ 68 કરોડ રૂપિયા દંડ પેટે ભર્યા છે. આ દંડ રાજ્યના 16 લાખ 78 હજાર 922 લોકોએ ભર્યો છે. 

 

 

આ દંડ ભરવામાં સૌથી આગળ અમદાવાદ છે. સૌથી વધુ સૌથી વધુ દંડ અમદાવાદમાં 2 લાખ 71 હજાર 621 નાગરિકોએ ભર્યો છે.  સુરતના 1 લાખ 87 હજારનો દંડ 787 નાગરિકોએ ભર્યો છે.  જ્યારે રાજકોટ ના 1 લાખ 6 હજાર રૂપિયાનો દંડ 841 લોકો એ ભર્યો છે. 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS