આજથી રાત્રી કર્ફયુમાં ૧ કલાકની રાહત

  • May 28, 2021 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના ૩૬ શહેરોમાં કર્ફયુનો સમય ઘટાડાયો છે, જેનો અમલ આજ રાતથી થશે: વેપારીઓને કોઈ છૂટછાટ હાલ નથી અપાઈ


એક દિવસ પહેલા ગુજરાતમાં રાત્રિ કર્ફયુમાં સમય ઘટાડાની જાહેરાત કરાઈ હતી. જેનો અમલ આજે ૨૮ મેના રોજ રાતથી શરૂ થશે. ગુજરાતના ૩૬ શહેરોમાં આજ રાતથી કર્ફયુનો સમય રાત્રે ૯ વાગ્યાથી લઈને સવારે ૬ વાગ્યા સુધીનો રહેશે. અગાઉ કરયૂનો સમય ૮ થી ૬ સુધીનો હતો, જે બદલીને હવે ૯ થી ૬ નો કરાયો છે.

 


એક દિવસ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતાએ કેબિનેટ બેઠક મળી હતી. જેમાં રાત્રિ કરયૂમાં મુકિત અંગે નિર્ણયો લેવામાં આવ્યો હતો. ગુજરાતના ૩૬ શહેરોમાં રાતના ૮ વાગ્યા સુધી કર્યુ હતો, તેનો સમય ઘટાડીને ૯ વાગ્યાનો કરવામાં આવ્યો છે. હવે રાત્રે ૯ વાગ્યે કરયૂ શ થશે. રાત્રિ કર્યુમાં એક કલાકની છૂટછાટ આપવામાં આવી છે. જેનો અમલ ૨૮ મેના રોજથી કરવામાં આવશે. જોકે, સાથે જ સરકારે કહ્યું કે, વેપારીઓને કોઈ છૂટછાટ હાલ નથી અપાઈ. તેમનો સમય રાબેતા મુજબનો જ રહેશે.

 


કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, એપ્રિલ મહિનામાં આપણે ખૂબ સંઘર્ષ કર્યેા છે. કોરોનોમાં પણ વ્યાપક કામગીરી કરવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાના કેસોને નિયંત્રણ કરવામાં સરકાર સફળ રહી છે. ૩૦૦૦ કેસ પર પહોંચી ગયા છે. દિવસેને દિવસે કેસ ઘટી રહ્યાં છે. તેથી જ આજથી રાત્રિ કરયૂના સમયને ૯ વાગ્યા સુધી કરાયો છે. હવેથી ગુજરાતના ૩૬ શહેરોમાં રાત્રે ૯ થી ૬ સુધી કરયૂ રહેશે. આજે ૨૮ મેના રોજથી નવા નિયમો અમલી બનશે. જે રીતે કેસ ઘટી રહ્યા છે તે રીતે સરકાર દ્રારા નિયંત્રણો પર પણ છૂટછાટ આપવામાં આવી રહ્યા છે.

 


સાથે જ મુખ્યમંત્રીએ સ્પષ્ટ્રતા કરતા કહ્યું કે, ગુજરાતમાં વેપારીઓના સંદર્ભમાં  છૂટછાટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમનો બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય રહેશે. ગુજરાતમાં દુકાનો સવારે ૯ થી બપોરે ૩ વાગ્યા સુધી જ ખુલ્લા રાખી શકાશે.

 


સાથે જ તેમણે કહ્યું કે, ત્રીજી લહેરને પહોંચી વળવા માટે ગુજરાતમાં તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે. આમ, ગુજરાતના નાગરિકોને રાત્રિ કરયૂમાં એક કલાકની મુકિત મળી છે. ત્યારે સરકાર આગામી સમયમાં વધુ છૂટછાટ આપે તેવી શકયતા નકારી શકાય નહિ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS