કોવિડ પ્રભાવિત સેક્ટર માટે 1.1 લાખ કરોડનું એલાન

  • June 28, 2021 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય નાણાં પ્રધાન સીતારામન આઠ રાહત ઉપાયની જાહેરાત કરી હતી.  સૌ પ્રથમ આરોગ્ય ક્ષેત્રને લગતા નવા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. નાણાંમત્રી કોવિડ અસરગ્રસ્ત ક્ષેત્ર માટે 1.1 લાખ કરોડની લોન ગેરંટી યોજના જાહેર કરી છે. કોરોના કટોકટીથી ઉદ્ભવતા આર્થિક પડકારોનો સામનો કરવા માટે કોવિડ -19 દ્વારા અસરગ્રસ્ત ક્ષેત્રો માટે 1.1 લાખ કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ પેકેજ હેઠળ હેલ્થકેર સેક્ટર માટે 50,000 કરોડ અને અન્ય સેક્ટર માટે 60,000 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે.

 

કોવિડથી અસરગ્રસ્ત ક્ષેત્ર માટે રૂ. 1.1 લાખ કરોડની લોન ગેરંટી યોજના.

 

આરોગ્ય ક્ષેત્ર માટે 50 હજાર કરોડ.

 

અન્ય ક્ષેત્રો માટે 60 હજાર કરોડ.

 

આરોગ્ય ક્ષેત્ર માટેની લોન પરના વ્યાજ વાર્ષિક 7.95% કરતા વધુ નહીં હોય.

 

અન્ય ક્ષેત્રો માટે વ્યાજ 8.25% કરતા વધુ નહીં હોય.

 

ઇસીએલજીએસમાં 1.5 લાખ કરોડનો વધારાની રકમ આપવામાં આવશે.

 

ઇસીએલજીએસ 1.0, 2.0, 3.0 માં અત્યાર સુધી 2.69 લાખ કરોડનું વિતરણ થયું છે

 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS